ભગવતીપરા તેમજ મંછાનગરમાં તિનપતીનો જુગાર રમતા પાંચ પકડાયા - At This Time

ભગવતીપરા તેમજ મંછાનગરમાં તિનપતીનો જુગાર રમતા પાંચ પકડાયા


મંછાનગર અને ભગવતીપરામાં બંધબારણે ચાલતા જુગારધામમાં બી ડીવીઝન પોલીસે દરોડો પાડી ત્રણ મહિલા સહિત આઠ શખ્સોને દબોચી રૂા.17 હજારની મતા કબ્જે કરી હતી. દરોડાની વિગત અનુસાર, બી ડીવીઝન પોલીસ મથકના પીઆઈ આર.જી.બારોટની રાહબરીમાં પીએસઆઈ કે.ડી.મારૂ ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં
ત્યારે માર્કેટીંગયાર્ડ પાછછળ મંછાનગર શેરી નં.6માં રહેતા મનસુખ સીદા જાદવના મકાનમાં જુગારધામ ચાલે છે તેવી મળેલ ચોકકસ બાતમીના આધારે કોન્સ્ટેબલ જયદીપસિંહ ખોરાણા અને પંકજ માળીએ દરોડો પાડી પતા ટીંચતા મનસુખ જાદવ મહેશ ધમા ફોગલીયા (રહે.રેલનગર), શૈલેષ ગોરધન બાવળીયા (રહે. જેપુર, વાંકાનેર), સંજય વિનુ ધોળકીયા (રહે.ભગવતીપરા, જયપ્રકાશ શેરી નં.12) અને રવિ રમેશ ભડાણીયા (રહે.ખાટડી, મુળી)ને દબોચી રૂા.13 હજારની રોકડ કબ્જે કરી હતી.
જયારે બીજા દરોડામાં બી ડીવીઝન પોલીસે ભગવતીપરા શેરી નં.20માં રહેતા ગીતાબેન વજુ ડાંગરના મકાનમાં બંધબારણે ચાલતા જુગારધામમાં દરોડો પાડી પતા ટીંચતા ગીતાબેન ડાંગર, કાંતાબેન કનક ઉપરા (રહે. ભાવનગર મીલ રોડ, સંધવી સોસાયટી) અને મીનાબેન વિનોદ જાટ (રહે.ભગવતીપરા)ને દબોચી રૂા.3980ની રોકડ કબ્જે કરી હતી.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.