વિસાવદર કોર્ટે પી.જી. વી.સી.એલ.ની લેણી રકમની દરખાસ્તમાં મિલકત જપ્તી કરવા કલેકટરને આદેશ - At This Time

વિસાવદર કોર્ટે પી.જી. વી.સી.એલ.ની લેણી રકમની દરખાસ્તમાં મિલકત જપ્તી કરવા કલેકટરને આદેશ


વિસાવદર કોર્ટે પી.જી. વી.સી.એલ.ની લેણી રકમની દરખાસ્તમાં મિલકત જપ્તી કરવા કલેકટરને આદેશ .વિસાવદર સિવિલ કોર્ટમાં ચાલતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારત ગુજરનાર નાજાભાઈ ભીમાભાઈ સાગઠીયાના વારસો (૧)અરવિંદભાઈ નાજાભાઈ સાગઠિયા(૨) પ્રવીણભાઈનાજાભાઈ સાગઠિયા તથા(૩) મનુભાઈ નાજાભાઈ સાગઠિયા રે.નાના કોટડા
સામે ચાલતી હોય તે દરખાસ્તમાં પ્રતિવાદી (૧)અરવિંદભાઈ નાજાભાઈ સાગઠિયા(૨) પ્રવીણભાઈનાજાભાઈ સાગઠિયા તથા(૩) મનુભાઈ નાજાભાઈ સાગઠિયાદ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની દરખારતમાં કોર્ટનો હુકમ હોવાછતાં રકમ જમા નહિ કરાવતા પશ્ચિમ ગુજરાત વીજ કંપની વિસાવદર સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા તેમની એટલે કે પ્રતિવાદી ની ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડની નકલો રજુ કરી આ મિલકત ઉપરથી રકમ વસુલ અપાવવા વિસાવદર કોર્ટમાં રે.દિ.દરખાસ્ત નંબર ૨૭/૨૩થી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશી મારફતે અરજી કરી રજુઆત કરતા અને ખેતીની જમીનના રેવન્યુ રેકર્ડની નકલો કોર્ટમાં રજૂ કરતા કોર્ટ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના એડવોકેટ નયનભાઈ જોશીની દલીલો દયાને લઈ પ્રતિવાદીની વિસાવદર તાલુકાના નાણાંકોટડાગામે આવેલ ખેતીની જમીનની જપ્તી કરી રકમ વસુલ કરવા જિલ્લા કલેકટરને આદેશ કરતા ખળભળાટ મચી ગયેલ છે અને ૩૦દિવસમાં રકમ વસુલ નહિ આપે તો કલેકટર દ્વારા ખેતીની જમીનની જપ્તી કરી રકમ વસુલ કરવા જુનાગઢ કલેકટર ને આદેશ કરેલો છે

રિપોર્ટ હરેશ મહેતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.