મનરેગા ચૂકવણીમાં ચોંકાવનારુ તથ્ય સામે આવ્યુ, યોજના પર પડી શકે છે અસર - At This Time

મનરેગા ચૂકવણીમાં ચોંકાવનારુ તથ્ય સામે આવ્યુ, યોજના પર પડી શકે છે અસર


નવી દિલ્હી, તા. 13 ઓગસ્ટ 2022 શનિવારમહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ની કલ્યાણકારી યોજનાને જાતિના આધારે વિભાજિત કરવી જોઈએ નહીં. સંસદીય સમિતિએ ગ્રામીણ વિકાસ મંત્રાલયને ભંડોળ જારી કરતી વખતે સિંગલ ફંડ ટ્રાન્સફર ઓર્ડર પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરી છે.જોકે 2022-23 માં મનરેગા હેઠળ આયોજિત મજૂરીની ચૂકવણી સંબંધિત ગ્રાન્ટ માટે માંગણીઓની તપાસ દરમિયાન ચોંકાવનારુ તથ્ય સામે આવ્યુ છે. મનરેગાના લાભાર્થીઓને જાતિના આધારે મજૂરીની ચૂકવણી કરવાની પ્રથા હતી. જેમાં એસસી અને એસટીથી લઈને બાકીના અન્યને પ્રાથમિકતાના આધારે ચૂકવણી કરવામાં આવે છે. સંસદીય સમિતિએ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ પર આવા ખુલાસા થવા પર હેરાની વ્યક્ત કરી છે, જ્યાં મનરેગા ચૂકવણી જારી કરવા માટે જાતિ આધારિત વ્યવસ્થા લાગુ છે. સાંસદ પ્રતાપરાવ જાધવની અધ્યક્ષતાવાળી સમિતિએ કહ્યુ, આ પ્રકારના વિચાર પાછળ શુ તર્ક છે, સમિતિ આને સમજી શકી નથી. મનરેગા યોજના 2005થી શરૂ થઈ છે. આ પ્રકારની અસમાનતાનો અધિનિયમમાં ક્યાંય પણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સમિતિએ કહ્યુ કે સમાજના વિભિન્ન વર્ગોમાં મનરેગાના લાભાર્થીઓમાં માત્ર એક વસ્તુ સમાન છેકે તે ગરીબ છે, નિરાશ્રિત છે અને તેમની પાસે કોઈ બીજો વિકલ્પ નથી પરંતુ તેમના અસ્તિત્વના મૂળ સ્ત્રોતને જોવા માટે મનરેગા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. આ પ્રકારે તેઓ આર્થિકરીતે કમજોર વસતી છે અને કોઈ પણ ધર્મ/જાતિમાં આવી શકે છે. આવી ચૂકવણી પ્રણાલીનુ નિર્માણ જેમાં એક વિશિષ્ટ સમુદાયને માત્ર જાતિના આધારે પસંદ કરવામાં આવે છે, જેનાથી લાભાર્થીઓની વચ્ચે માત્ર તિરાડ જ પેદા થશે.સમિતિએ ગયા અઠવાડિયે લોકસભામાં પ્રસ્તુત પોતાના 26મા રિપોર્ટમાં કહ્યુ, 2021-22થી શરૂ થયેલી આ પ્રથાને તાત્કાલિક સુધારવાની જરૂર છે. આને ક્યારેય પ્રોત્સાહન આપવુ જોઈએ નહીં. યોજના હેઠળ કામ કરનાર પ્રત્યેક શ્રમિકને મનરેગા દ્વારા નિર્ધારિત સમય મર્યાદાની અંદર ચૂકવણી મળે. મનરેગા હેઠળ પ્રત્યેક ગ્રામીણ પરિવારને એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસોનુ રોજગાર આપવામાં આવે છે. જોકે, ગ્રામીણ વિકાસ મંત્રાલયના અધિકારીઓએ કહ્યુ કે શ્રેણી મુજબ (SC, ST અને અન્ય) વેતન ચૂકવણી પ્રણાલી 2021-22 થી લાગુ કરવામાં આવી છે. અધિકારીઓએ કહ્યુ, નાણાકીય વર્ષ 2022-23થી મજૂરી ચૂકવણી માટે અલગ એફટીઓ શરૂ કરવામાં આવી છે. જેથી જમીન પર નાણાના ચોક્કસ પ્રવાહને દર્શાવવા માટે વિભિન્ન શ્રેણીઓ માટે અલગ-અલગ બજેટની જોગવાઈ કરવામાં આવી શકે.લોકકલ્યાણકારી યોજના પર પડી શકે છે અસરબીજી તરફ સમિતિએ કહ્યુ કે મનરેગા હેઠળ જાતિ આધારિત ચૂકવણીના કારણે ગ્રામીણ જનતાની વચ્ચે પેદા થયેલી કોઈ પણ તિરાડ આ લોકકલ્યાણકારી યોજના પર અસર નાખી શકે છે. જેને તાત્કાલિક રોકવી જોઈએ. સંસદીય સમિતિએ કહ્યુ, આ પ્રકારની પ્રથાને સંપૂર્ણ ખતમ કરવાની જરૂર છે અને મનરેગા હેઠળ ચૂકવણી કાયદાની ગર્ભિત જોગવાઈઓ અનુસાર જ કરવી જોઈએ. સરકારી રેકોર્ડ અનુસાર વર્ષ 2022-23 દરમિયાન સમગ્ર ભારતમાં 15,32,67,216 સક્રિય મનરેગા શ્રમિક છે. જેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં 1 કરોડ કરતા વધારે સક્રિય શ્રમિક છે. આ મુદ્દે વાત કરતા તૃણમૂળ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શાંતા છેત્રીએ જણાવ્યુ કે મનરેગા વિતરણમાં જાતિ આધારિત પ્રમુખતા આપીને સરકાર શ્રમિકોના જુદા જુદા વર્ગો વચ્ચે મતભેદ પેદા કરી રહી છે.શાંતા છેત્રી આ સંસદીય સમિતિના સભ્ય પણ છે. છેત્રીએ કહ્યુ, વિભિન્ન વસતી જૂથ માટે નાણાનો પ્રવાહ કોઈ જાતિ આધાર પ્રણાલી વિના થવો જોઈએ. કોઈ પ્રકારની ભિન્નતા વિના એક જ ફંડ ટ્રાન્સફર ઓર્ડર હોવો જોઈએ. તેમણે દાવો કર્યો કે આ જાતિ આધારિત વ્યવસ્થા સિવાય સરકાર અલગ-અલગ રાજ્યોમાં ફંડ જારી કરવામાં પણ ભેદભાવ કરી રહી છે. છેત્રીએ કહ્યુ, ભાજપ શાસિત રાજ્યોને પ્રમુખતા આપવામાં આવી રહી છે જ્યારે બિન ભાજપ શાસિત રાજ્યોને ઓછા રૂપિયા મળી રહ્યા છે.વધુ વાંચો:મનરેગા માટે રાજ્યોને ભંડોળ આપવામાં કેન્દ્ર સરકારનુ ઉદાસીન અને પક્ષપાતભર્યું વલણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.