રેપ કેસ મામલે બીજેપી નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ દાખલ - At This Time

રેપ કેસ મામલે બીજેપી નેતા શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ દાખલ


- દિલ્હી નિવાસી મહિલાએ જાન્યુઆરી 2018માં નીચલી અદાલતમાં અરજી દાખલ કરી હુસૈન વિરુદ્ધ રેપ કેસ દાખલ કરવાની અપીલ કરી હતીનવી દિલ્હી, તા. 18 ઓગષ્ટ 2022, ગુરૂવારકેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવશે. હકીકતમાં, એક જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં કોર્ટે પોલીસને આ કેસની તપાસ 3 મહિનામાં પૂરી કરવા માટે કહ્યું છે.દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનની બેન્ચે પોલીસે થોડા વર્ષ પહેલા પીડિત મહિલા દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. દિલ્હી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે, પોલીસ આ મામલે FIR દાખલ કરવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી.દિલ્હી નિવાસી મહિલાએ જાન્યુઆરી 2018માં નીચલી અદાલતમાં અરજી દાખલ કરી હુસૈન વિરુદ્ધ રેપ કેસ દાખલ કરવાની અપીલ કરી હતી. મહિલાનો આરોપ હતો કે, શાહનવાઝ હૂસૈને છતરપુર ફાર્મહાઉસમાં તેની સાથે રેપ કર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. આ અગાઉ પોલીસે નિચલી અદાલતમાં રિપોર્ટ રજૂ કરીને કહ્યું હતું કે, શાહનવાઝ હુસૈન વિરુદ્ધ કેસ નથી બનતો. નિચલી અદાલતે તેના નિર્ણયમાં પોલીસની દલીલને ફગાવી દીધી હતી અને કોર્ટે કહ્યું હતું કે, મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનો છે. શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા. શાહનવાઝ હુસૈન ત્રણ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ અટલ સરકારમાં પણ મંત્રી હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.