સ્નેક રેસ્ક્યુની શ્રેષ્ઠ કામગીરી બદલ રમેશભાઈ કુકડિયાને પ્રશસ્તિ પત્ર અપાયુ - At This Time

સ્નેક રેસ્ક્યુની શ્રેષ્ઠ કામગીરી બદલ રમેશભાઈ કુકડિયાને પ્રશસ્તિ પત્ર અપાયુ


સ્નેક રેસ્ક્યુની શ્રેષ્ઠ કામગીરી બદલ રમેશભાઈ કુકડિયાને પ્રશસ્તિ પત્ર અપાયુ.

( હર્ષદ ચૌહાણ દ્રારા જસદણ)
જસદણ તાલુકા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ જંગવડ મુકામેં યોજાયો હતો તેમા જસદણ રેન્જના ભાડલા બીટ, ભાડલા રાઉન્ડમા ફોરેસ્ટ વિભાગમા ફરજ બજાવતા રમેશભાઈ વિઠ્ઠલભાઇ કુકડિયાને સ્નેક રેસ્ક્યુ શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રશસ્તિ પત્ર આપવામા આવ્યુ હતુ. રમેશભાઈ ચોમાચા દરમ્યાન જ્યારે પણ આસપાસના વિસ્તારમા સાપ નીકળે ત્યારે તેનુ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડી મુકવાનુ કામ વિનામૂલ્યે અવિરત કરતા જ રહે છે. આ વર્ષ દરમ્યાન જ તેમણે સો કરતા પણ વધુ સાપનુ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે છોડ્યા છે. આ ઉપરાંત સ્કૂલોમા પણ વિદ્યાર્થીઓને ઝેરી સાપ અને બિનઝેરી સાપો વિશે માહિતી આપીને લોક જાગૃતિના કામો કરતા હોઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.