મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક કલેક્ટરશ્રી ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને યોજાઇ - At This Time

મહીસાગર જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ ની બેઠક કલેક્ટરશ્રી ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને યોજાઇ


મહિસાગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની ભાગ ૧ અને ૨ ની બેઠક કલેક્ટરશ્રી ભાવિન પંડયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન કલેક્ટરશ્રીની કચેરીના સભાખંડમાં યોજાઇ હતી.આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહી પોતાના વિભાગ દ્વારા અપાયેલા લક્ષ્યાંક અને સિદ્ધિ અંગે પ્રેઝન્ટેશન રજુ કર્યું હતું જેને કલેક્ટરશ્રીએ નિહાળ્યું હતું. આ પ્રેઝનટેશનમાં વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરી અંગેની આંકડાકીય વિગતો રજુ કરવામાં આવી હતી આ પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ તેઓએ બાકી કામોના લક્ષ્યાંકો ઝડપી અને સમયસર પૂર્ણ કરી લેવા જણાવ્યું હતું.
આ બેઠકમાં લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, અધિક નિવાસી કલેકટરશ્રી સી વી લટા, ,આરોગ્ય અધિકારીશ્રી,પ્રાંત અધિકારીશ્રીઓ, તથા જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.