લીંબડીના પાણસીણા ગામમા ખાખી મંદિર પાસેથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો. - At This Time

લીંબડીના પાણસીણા ગામમા ખાખી મંદિર પાસેથી ગેરકાયદેસર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો.


જ્વલનશીલ પ્રવાહી લિટર 2810 તથા ઈલેક્ટ્રીક મોટર તથા ત્રણ માપીયા તથા બે ગરણી તથા પ્લાસ્ટિકની નળી સહિત કુલ મળીને રૂ.2,54,050 નો મુદામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમના ઈનચાર્જ પીઆઇ એસ એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના પીએસઆઇ જી એસ સ્વામી, વિજયસિંહ પરમાર, ભરતભાઈ સભાડ, ગોપાલસિંહ કનકસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા પાણસીણા વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી આધારે પાણસીણા ગામમા ખાખી મંદિર પાસે માધરફળી માં રહેતા ઘનશ્યામભાઈ ઉર્ફે કાળુભાઈ લક્ષ્મણભાઈ કમેજળીયા વાળાએ પોતાના કબજા ભોગવટાના વાડામાં જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો પાસ પરમીટ વગર સંગ્રહ કરેલ છે જે બાતમી આધારે રેઈડ કરતાં જ્વલનશીલ પ્રવાહી ભરેલા મોટા પ્લાસ્ટિકના બેરેલો તથા નાના પ્લાસ્ટિકના જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેરબાઓ મળી આવતા જેમાં કુલ લિટર 2810 જેની લિટરની કિ.90 લેખે કુલ રૂ.2,52,900 તથા એક ઈલેક્ટ્રીક મોટર રૂ.1000 તથા પતરાના ત્રણ માપીયા રૂ.150 સહિત સમગ્ર મુદ્દામાલ સાથે કિ.રૂ.2,54,050 ગણી તમામ મુદ્દામાલ કબજે કરી પાણસીણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.