ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું. - At This Time

ધાંગધ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજાયું.


120 થી વધુ પોલીસ ટીમ દ્વારા કોમ્બિંગ હાથ ધર્યું.

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ગિરીશ પંડ્યાની સૂચના અને ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિતની સુચના મુજબ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કોમ્બિંગ રાખવામાં આવ્યું હતું જેમાં ધ્રાંગધ્રા ડિવિઝનના પોલીસ સ્ટેશન તથા પેરોલ ફલો સ્કોડ, એલસીબી, એસઓજી શાખા, હોમગાર્ડ, જીઆરડી તથા ટ્રાફિક, ટીઆરબી સહીત 120 થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ સાથે કોમ્બિંગમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નીમકનગર આઉટ પોસ્ટ વિસ્તારના રાજપર, કંકાવટી, નરાળી, કૂડા, નીમકનગર અને વીરેન્દ્રગઢ સહિતના ગામોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને 3 પ્રોહી બુટલેગરોને ચેક કરવાની સાથે 1 HS ચેક, 20 MCR ચેક, 17 એ રોલ, બી રોલ ભરેલ, 5 શરીર સબંધી ગુનાના આરોપીઓ ચેક કરવાની સાથે 3 મિલ્કત સબંધી ગુનાના આરોપીઓ ચેક કરવાની સાથે 207 મુજબ 2 વાહનો ડિટેઇન અને રૂ. 1,700 NC કેસો દંડ, પ્રોહીબીશન કેસ 1, વાહન ચેક 60, જુગાર કેસ 1, એમ.વી.એક્ટ કલમ 185, શકમંદ ઈસમ 5 અને એલસીબી પીએસઆઇ જી એસ સ્વામી અને એમની ટીમ દ્વારા નાસતા ફરતા બે આરોપીઓ ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.