બરવાળા માં ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા અક્ષત કળશ યાત્રા ના સામૈયા કરી વધામણાં થયા - At This Time

બરવાળા માં ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા અક્ષત કળશ યાત્રા ના સામૈયા કરી વધામણાં થયા


અયોધ્યા રામ જન્મભૂમિ રામ મંદિર માં રામલલ્લા દિવ્યતા થી અને ભવ્યતાથી 22 જાન્યુઆરી ના રોજ બિરાજમાન થવાના છે જેની સમગ્ર ભારત દેશ અને વિદેશમાં ધામધૂમ થી તૈયારી ચાલી રહી છે જેના ભાગ રૂપે "સર્વ જનના હ્રદયે ઇતિ રામ:" એવા શુભ દ્રઢ સંકલ્પ સાથે ગામડે ગામડે અક્ષત કળશ યાત્રા નું મંગલ આયોજન અને પૂજન થઈ રહ્યું છે જેના ભાગરૂપે બરવાળા ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા બરવાળા લક્ષ્મણજી મંદિર થી અક્ષત કળશ યાત્રા નું ઢોલ નગારા અને સામૈયા સાથે સવારે પ્રસ્થાન કરી પાટ શેરી માં આવેલ ખોજા જમાત ખાને પહોંચ્યા હતા જ્યાં વિધિવત રીતે અક્ષત કળશ નું પૂજન ઉપસ્થિતિ તમામ ભાઈ બહેનો વડીલો અને યુવાનો દ્વારા કરવામાં આવી કોમી એકતા નો સ્પષ્ટ સંદેશો આપી જણાવેલ કે ભગવાન શ્રી રામ કોઈ એક ધર્મ ના નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્ર શ્રી રામ છે અને ભગવાન શ્રી રામ તેમના મૂળ સ્થાને બિરાજશે તેનો એમને પણ આનંદ છે આં ક્રાયક્રમ માં મોટી સંખ્યામાં માં ખોજા સમાજ ના ભાઈ બહેનો જોડાઈ કોમી રાષ્ટ્રીય એકતા ના દર્શન કરાવ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.