ન્યારી ડેમમાં ન્હાવા પડેલા રીક્ષાચાલક માધાભાઈ ધનુરાનું ડુબી જતા મોત - At This Time

ન્યારી ડેમમાં ન્હાવા પડેલા રીક્ષાચાલક માધાભાઈ ધનુરાનું ડુબી જતા મોત


કાલાવડ રોડ પર ન્યારી ડેમમાં ન્હાવા પડેલા કણકોટના રીક્ષાચાલક માધાભાઈ ધનુરાનું પાણીમાં ડુબી જતા મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલ કણકોટમાં રહેતા માધાભાઈ કાળુભાઈ ધનુરા (ઉ.વ.47) ગઈકાલે સાંજે સાત વાગ્યે ન્યારી ડેમ નજીક વાવવા રાખેલ વાડીએ આંટો મારવા ગયેલ હતા.
બાદમાં ત્યાં કામ કરતા શ્રમીકને વાડી નજીક આવેલ ડેમમાં ન્હાવા ગયેલ હતા. બાદમાં મોડે સુધી તેઓ ઘરે પરત ન ફરતા પરિવારજનો વાડીએ દોડી ગયા હતા. જયાં તપાસ કરતા શ્રમીકે તેઓ ડેમમાં ન્હાવા ગયા હોવાનું જણાવતા ડેમ આસપાસ તપાસ કરતા અંદરથી તેઓ મળી આવતાં 108 મારફતે સારવારમાં ખસેડાતા સીવીલ હોસ્પીટલે ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે જાણ થતાં તાલુકા પોલીસ દોડી ગઈ હતી.
વધુમાં મૃતક રીક્ષાચાલક હતા અને તેઓ ચાર બહેન ત્રણ ભાઈમાં વચ્ચેટ અને સંતાનમાં બે પુત્ર- એક પુત્રી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.