બિલ્ડર અવિનાશ ભોંસલે, સંજય છાબરિયાની રૂ. 415 કરોડની સંપત્તિ ટાંચમાં - At This Time

બિલ્ડર અવિનાશ ભોંસલે, સંજય છાબરિયાની રૂ. 415 કરોડની સંપત્તિ ટાંચમાં


- યસ બેંક- ડીએચએફએલ કૌભાંડમાં ઇડીની કાર્યવાહી- ભોસલે  અને છાબરિયાની જૂનમાં ધરપકડ કરાઇ હતી અને હાલમાં આ બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં નવી દિલ્હી : ઇડીએ યસ બેંક -દીવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કૌભાંડથી સંબધિત બેંક લોેન છેતરપિંડી કેસમાં મોટી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય એજન્સીએ મહારાષ્ટ્રના બિલ્ડર અવિનાશ ભોંસલે અને  સંજય છાબડિયાની ૪૧૫ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. ઉલ્લેખનીય છે કે ઇડીેએ કેસની તપાસના સંબધમાં આ બંને બિલ્ડર્સની જૂન મહિનામાં ધરપકડ કરી હતી. હાલ આ બંને બિલ્ડર્સ  જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ભોસલેની રૂ. ૧૬૪ કરોડ રૂપિયા અને છાબરિયાની રૂ. ૨૫૧ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં  લેવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ પ્રિવેન્શન ઓફ મની લોેન્ડરિંગ એક્ટ (પીએમએલએ)  હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો. ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે છાબરિયાની ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાં મુંબઇના સાંતાક્રૂઝમાં આવેલી ૧૧૬.૫ કરોડ રૂપિયાની જમીન, છાબરિયાની કંપનીમાં ૨૫ ટકા શેર, બેંગાલુરુમા ૧૧૫ કરોડ રૂપિયાની જમીન, સાંતાક્રૂઝમાં ત્રણ કરોડ રૂપિયાનો ફલેટ તથા દિલ્હી એરપોર્ટ પાસે આવેલી હોટેલમાં થયેલ ૧૩.૬૭ કરોડ રૂપિયાનો નફો અને ૩.૧૦ કરોડ રૂપિયા ની ત્રણ કારોનો સમાવેશ થાય છે. પૂણે સ્થિત બિઝનેસમેન અવિનાશ ભોસલેની ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિમાીં મુંબઇમાં ૧૦૨ .૮ કરોડ રૂપિયાનો ડુપ્લેક્સ ફલેટ, પૂણેમાં ૩૦.૧૭ કરોડ રૂપિયાની જમીન, નાગપુરમાં ૧૬.૯૭ કરોડ રૂપિયાની જમીનનોે સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ઇડી અને સીબીઆઇ આ કેસની તપાસ કરી રહી છે. બંને કેન્દ્રીય એજન્સીઓેએ બંને બિલ્ડરો,  યસ બેંકના સહ સ્થાપક રાણા કપૂર, ડીએચએફએલ પ્રમોટર-ડાયરેક્ટરો કપિલ વાધવાન અને ધીરજ વાધવન સામે કેસ દાખલ કર્યો છે. ઇડીએ મે મહિનામાં વાધવાન બંધુઓની ધરપકડ કરી હતી.કપૂરની માર્ચ મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં આ ત્રણેય પણ જ્યુડિશિયલ ક્સ્ટડીમાં જ છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.