મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ - At This Time

મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ


મેંદરડા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ

જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી ના ભાગરૂપે કલેકટર અનિલ રાણાવસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

મેંદરડાના જાપુર રોડ પર આવેલ પોબારી ગ્રાઉન્ડ ખાતે ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની પૂર્વક ઉજવણી કરવામાં આવેલ ત્યારે આ પ્રસંગે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલ કુમાર રાણાવસિયા ના વરદ હસ્તે હજારોની સંખ્યામાં પ્રથમ ધ્વજ ફરકાવવામાં આવેલ ત્યારબાદ ગ્રાઉન્ડ પર પરેડનું નિરીક્ષણ અને પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવેલ
ત્યારબાદ વિવિધ સ્કૂલોના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ અને વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હસન કરનાર કર્મયોગીઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવેલ

૭૬ માં પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ ત્યારે નિવાસી અધિક કલેકટર એન. એફ.ચૌધરી તેમજ સમગ્ર જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને મેંદરડા તાલુકા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું

આ રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં જૂનાગઢ જિલ્લા અને મેંદરડા તાલુકા સહિત જાહેર જનતા, વિદ્યાર્થી ભાઈઓ બહેનો, રાજકીય,બિન રાજકીય,તમામ શિક્ષકગણ, તાલુકાની નાની મોટી તમામ સ્કૂલો ગ્રામજનો સહિતના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણીમાં સહભાગી થયેલ હતા

રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image