વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે 6 mm વરસાદ ખાબક્યો... - At This Time

વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વિજળીના કડાકા ભડાકા સાથે 6 mm વરસાદ ખાબક્યો…


ખેડૂતો મહા મહેનત કરી પાક તૈયાર કરે છે ત્યારે કમોસમી વરસાદ હંમેશા વિલન બનીને આવે છે જેને લઈ ખેતીપાકમાં ભારે નુકશાન સહન કરવાનો વારો આવે છે ત્યારે હવામાન વિભાગે આજે મહિસાગર જીલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરી હતી જે મુજબ મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકામાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો સવારથીજ વિરપુર તાલુકામાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયા હતા વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સાંજના સમયે એકાએક વિજળીના કડાકા ભડાકા સાથે 6 mm વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેડૂતોએ ખેતરમાં તૈયાર કરેલ ઘઉં, ચણા અને જીરુંના પાક તેમજ સુકો ધાસચારાને નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે...

તસવીર - ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના પગલે ખેડૂતોઓએ સુકા ધાસચારા રક્ષણ માટે ટાટપટ્ટી સહારો લીધો..

રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર


7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.