સાહિત્ય સુગંધ ગુજરાત ટીમ દ્રારા ભવ્ય કવિ સામેલનનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

સાહિત્ય સુગંધ ગુજરાત ટીમ દ્રારા ભવ્ય કવિ સામેલનનું આયોજન કરવામાં આવ્યું હતું


સાહિત્ય સુગંધ ગુજરાત

તારીખ 25/02/24 ને રવિવારના રોજ મહેસાણા આંબેડકર હોલમાં સાહિત્ય સુગંધ ગુજરાત ટીમ દ્રારા ભવ્ય કવિ સામેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અતિથિ વિશેષ મેટ્રો દૈનિકના સંસ્થાપકશ્રી મુકેશભાઈ પટેલ, મેટ્રો દૈનિકના ચીફ એડિટર બીનાબેન પટેલ, ફાર્મસી કાઉન્સિલ મેમ્બર શ્રી હિતેદ્રભાઈ પટેલ, પ્રસિદ્ધ કવિશ્રી પ્રતાપસિંહ ડાભી "હાકલ" સાહેબ અને વઢીયાર મંચના ઉપપ્રમુખ કવિશ્રી ગુમનામ વઢિયારી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી.ત્યારબાદ મા સરસ્વતીને યાદ કરી અતિથિ વિશેષના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

' સાહિત્ય સુગંધ ગુજરાત' આયોજિત કવિ સંમેલનમાં ચાળીસથી વધુ કવિ અને કવિયત્રી બહેનોએ કાવ્ય પાઠ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

કાર્યક્રમના મધ્યે તમામ કવિ મિત્રોએ સમૂહ ભોજન લીધું હતું. ત્યારપછી અતિથિ વિશેષ કવિશ્રી હાકલ સાહેબની સુંદર ગઝલો અને ગીત માણ્યા હતા.. હાકલ સાહેબ કાયમ નવોદિત માટે માર્ગદર્શક રહ્યા છે એમની હાજરી કાર્યક્રમમાં મહત્વની રહી હતી. ત્યાર પછી કવિશ્રી ગુમનામ વઢિયારી સાહેબ પોતાના અંદાઝમાં ગઝલો અને ગીતની રજુવાત કરી સુંદર માહોલ બનાવ્યો હતો.અતિથિ વિશેષશ્રી મુકેશભાઈ પટેલ સાહેબે કાર્યક્રમને અનુરૂપ પ્રવચન આપ્યું હતું અને સાહિત્ય સુગંધ ગુજરાત ટીમ ને પ્રોત્સાહિત કર્યા હતા.આજના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલ અતિથિ વિશેષશ્રી બીનાબેન પટેલે પ્રેરક પ્રવચન આપ્યું હતું.તેઓશ્રીએ 'બીના પટેલ ફાઉન્ડેશન ' દ્વારા અપાતા 'પદમાવતી પ્રેરણા પુરસ્કાર 'વિસ્તૃત વાત કરી હતી.

કાર્યક્રમના અંતે અતિથિ વિશેષ અને આમંત્રિત સૌ કવિમિત્રોને બીનાબેન પટેલના હસ્તે ટ્રોફી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિશેષમાં સંગીતકાર શ્રી કિરીટભાઈ એ સંગીતના તાલે દરેક કવિ મિત્રોને સ્ટેજ પર આમંત્રિત કર્યા અને સુંદર સંગીત આપી આખા કાર્યક્રમને રોચક બનાવ્યો હતો. વિશેષમાં કહુ તો કવિ, લેખક પત્રકાર શ્રી મનુભાઈ શ્રીમાળી 'મનમોજ'જેમણે આખા કાર્યક્રમની નોંધ લઈ ફોટોગ્રાફીની સુવિધા પૂરી પાડી હતી.

અમારી સાહિત્ય સુગંધ ટીમના પ્રમુખ કવિ જાન, કવિ હર્ષદ કડિયા, કવિ વિનોદ વ્યાસ "આનંદ વિનોદ", કવિ સ્વામીદાસ, કવિ સંજય નિમાવત, કવિ માયુસ, કવિ મહેન્દ્રભાઈ અને કવિયત્રી વાસવદત્તા નાયક "દીવાની" ખૂબજ સુંદર આયોજન કર્યું હતું. આખો કાર્યક્રમ કવિ જાન અને કવિ મહેન્દ્રભાઈના સુંદર સંચાલન હેઠળ પૂર્ણ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.