પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ - At This Time

પ્રાંતિજ ખાતે ભાજપ દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરાઈ


પ્રાંતિજ શહેર મંડલ દ્વારા ભાજપ સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી. જેને લઈ ઘરે- ઘરે જઈ ભાજપનો ધ્વજ લહેરાવી નરેન્દ્રભાઈ મોદીની પત્રિકાઓનુ વિતરણ કરાયું હતું. પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણના ઘરે જઇને તેવોના ઘરે તથા ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના કાર્યાલય અને સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના લોકસભા મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાના ઘર પર ભાજપનો ધ્વજ લહેરાવાયો હતો. આ પ્રસંગે પ્રાંતિજ તાલુકા પંચાયત પ્રમુખ પ્રદિપસિંહ રાઠોડ, ભાજપ તાલુકા પ્રમુખ બળવતભાઇ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, એ.કે.પટેલ. હાર્દિકભાઇ બ્રહ્મભટ્ટ સહિત ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.