કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ નવરાત્રીની માળીયા હાટીના તાલુકાની જનતાને 3.23 કરોડના ખર્ચે અંડરપાસની ભેટ આપી - At This Time

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ નવરાત્રીની માળીયા હાટીના તાલુકાની જનતાને 3.23 કરોડના ખર્ચે અંડરપાસની ભેટ આપી


જૂનાગઢ જીલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા અને ગુજરાત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય અને જૂનાગઢ જીલ્લાના ભાજપના શક્તિશાળી અને કદાવર આગેવાન લક્ષ્મણભાઇ યાદવ તેમજ માળીયા હાટીના તાલુકા ભાજપના આગેવાનોની મહેનત ફળી

માળીયા હાટીનામાં તાજેતરમાં જૂનાગઢ જીલ્લા સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ તેમજ, માળીયા હાટીના તાલુકા પંચાયત પ્રમુખ દિલીપભાઈ સીસોદીયા, જૂનાગઢ બાંધકામ સમિતિના ચેરમેન દિલીપભાઈ સીસોદીયા, માળીયા હાટીના તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ ભાલોડિયા, માળીયા હાટીના સરપંચ જીતુભાઇ સીસોદીયા , પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશીભાઈ જાવીયા, પૂર્વ સભાપતિ હમીરસિંહ સીસોદીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ મુળુભાઈ જુનજીયા, તાલુકા પંચાયત સદસ્ય જીવાભાઈ સીસોદીયા સહિતના આગેવાન દ્વારા માળીયા હાટીના રેલ્વે ફાટક પાસે ફાટક બંધ રહેતા લોકોને ભારી મુશ્કેલીનો સામનો કરવો પડતો ત્યારે આગેવાનોએ રેલ્વે વિભાગ તેમજ કેન્દ્ર સરકારમાં અને રાજ્ય સરકાર માં લેખિત રજુઆત કરતા આ તકે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ નવરાત્રી નિમિત્તે માળીયા હાટીનામાં રેલ્વે સ્ટેશન અને ફાટકની વચ્ચે 3.23 કરોડની અંડરપાસ બનાવવા માટે મોટી રકમ મંજુર કરતા લોકોમાં ભારી ખુશીનો માહોલ છવાયો છે આ તકે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો જૂનાગઢ જીલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ લક્ષ્મણભાઈ યાદવ અને માળીયા હાટીના તાલુકા ભાજપના આગેવાનો એ આભાર વ્યક્ત કર્યો હતો

માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગામના વતની લક્ષ્મણભાઈ યાદવના મોટા પુત્ર મનહરસિંહ લક્ષ્મણભાઇ યાદવ (I F S) હાલ વડાપ્રધાન ઓફિસમાં ફરજ બજાવે છે તેની વિદેશી નીતીના માં શ્રેષ્ઠ નિષ્ણાંત તરીકે નિષ્ઠાવાન તરીકે ફરજ બજાવે છે. આ તકે માળીયા હાટીના તાલુકાની જાહેર જનતા એ તેમનો પણ ખરા હદય પૂર્વક આભાર માન્યો હતો

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.