બરવાળા ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટકાર્ડ વિતરણ અને યોજનાના કાર્ડધારકો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
ગ્રામ્ય સ્તરે પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજાર ગામડાઓના કુલ ૫૮ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો,જે અંતર્ગત બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં બેલા ગામ ખાતે બોટાદ જિલ્લા કલેક્ટરઅને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રોપર્ટીકાર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો
કાર્યક્રમમાં બરવાળા તાલુકા પંચાયતના પ્રમુખ વિરેન્દ્રભાઇ ખાચર, તાલુકા વિકાસ અધિકારી કે.બી.પટેલ, તાલુકા પંચાયત સભ્ય ચંદ્રિકાબેન શિહોરા સહિત બેલા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે
