BRTS બસમાં ભીડનો લાભ લઇ મહિલાનો ફોન સેરવી લેનાર ઝડપાયો - At This Time

BRTS બસમાં ભીડનો લાભ લઇ મહિલાનો ફોન સેરવી લેનાર ઝડપાયો


બીઆરટીએસ બસમાં ભીડનો લાભ લઇ મોબાઇલ સેરવી લેનાર જંગલેશ્ર્વર શેરી નં.ર0માં રહેતા આફતાબ હુસેનભાઇ ખેડરા (ઉ.વ.રર)ને ક્રાઇમ બ્રાંચની ટીમે 41000ની કિંમતના 4 ફોન સાથે દબોચી લીધો હતો. ગત તા. 2-2-2023ના રોજ ગાંધીગ્રામ પોલીસ મથકમાં મોચીનગરમાં રહેતા રેહાનાબેન અજીજભાઇ રાઠોડ (ઉ.વ.54) શીતલ પાર્કથી ઇન્દીરા સર્કલ જવા બીઆરટીએસ બસમાં બેઠા ત્યારે ભીડ હોવાથી કોઇએ તેના પર્સમાં રાખેલો રૂા. 16000ની કિંમતનો ફોન સેરવી લીધો હતો.
બસમાંથી ઉતર્યા બાદ રેહાનાબેનને ખ્યાલ આવતા પોલીસ ફરીયાદ કરેલી એ જ રીતે માલવીયાનગર પોલીસ મથકે પણ ફોન ચોરીનો ગુનો નોંધાયેલો. ક્રાઇમ બ્રાંચ મોબાઇલ ચોરની શોધમાં હતી ત્યારે જ બે દિવસ પહેલા શનિ નામનો આરોપી ચોરાઉ ફોન સાથે પકડાયો હતો.
જેમાં આફતાબ તેની પાસેથી રૂા.500 કે રૂા.1000માં ચોરાઉ ફોન ખરીદી લેતો તેવી વાત ખુલતા ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે આફતાબને દબોચી લેતા તેની પાસેથી 4 ચોરાઉ ફોન મળેલા આરોપી બીઆરટીએસ બસમાં ભીડનો લાભ લઇ ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે. તેના વિરૂધ્ધ અગાઉ ભકિતનગર અને માલવીયા પોલીસમાં દારૂ, ચોરી સહિતના ગુના દાખલ થયેલા છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ એલ.એલ.ચાવડા, પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ ચેતનભાઇ ચાવડા, સુરેશભાઇ જોગરાણા વગેરે ફરજ પર રહ્યા હતા.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.