જસદણની શ્રીનાથજી હવેલીમાં ભવ્ય હિંડોળા મહોત્સવનો પ્રારંભ - At This Time

જસદણની શ્રીનાથજી હવેલીમાં ભવ્ય હિંડોળા મહોત્સવનો પ્રારંભ


જસદણની શ્રીનાથજી હવેલીમાં
ભવ્ય હિંડોળા મહોત્સવનો પ્રારંભ

જસદણ, તા. ૧૪ : સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ જસદણની શ્રીનાથજી ની હવેલીમાં હિંડોળા મહોત્સવનો પ્રારંભ થયો છે.

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટ સંચાલિત શ્રીનાથજીની હવેલી જસદણના પ્રમુખ કિરીટભાઈ પટેલની યાદીમાં જણાવ્યા મુજબ તારીખ ૧૪-૭-૨૦૨૨ થી એક મહિના સુધી જસદણની હવેલીમાં હિંડોળા મહોત્સવ યોજાશે. દરરોજ સાંજે ૭ થી ૮ દરમિયાન હિંડોળાના દર્શન યોજાશે. દર્શન દરમિયાન કીર્તનિયાઓ કીર્તનની રમઝટ બોલાવશે. હવેલીના મુખ્યાજી ઘનશ્યામભાઈ જોશી ઠાકોરજીને ચાંદીના કલાત્મક હિંડોળામાં પધરાવીને હિંડોળે ઝુલાવશે. સતત એક મહિના સુધી ચાલનારા હિંડોળા મહોત્સવ દરમિયાન ગુલાબના ફૂલના હિંડોળા, વનસ્પતિના હિંડોળા, સુકામેવાના હિંડોળા, શાકભાજીના હિંડોળા, વાસણના હિંડોળા, મોતીના હિંડોળા, કલરફુલ વસ્ત્રના હિંડોળા, આસોપાલવના પાનના હિંડોળા, ઝરીવાળા કાપડના હિંડોળા એમ અલગ અલગ પ્રકારે સજાવટ કરેલા હિંડોળાના દર્શન યોજાશે. હિંડોળા મહોત્સવ દરમિયાન દર્શનનો લાભ લેવા હવેલીના પ્રમુખ કિરીટભાઈ પટેલે અનુરોધ કર્યો છે. કોઈ પણ ભાવિકોએ પોતાના તરફથી ઠાકોરજીને હિંડોળા ઝુલાવવા હોય તો હવેલીના અધિકારી દિનેશભાઈના મોબાઈલ નંબર ૯૯૯૮૨૭૭૦૪૩ ઉપર સંપર્ક કરી તેમનું નામ નોંધાવવા હવેલી ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.