થાનગઢના વેલાળા ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થા પર એલસીબી નો દરોડો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/bfcpufyafafbj3ny/" left="-10"]

થાનગઢના વેલાળા ગામની સીમમાં વિદેશી દારૂના જથ્થા પર એલસીબી નો દરોડો.


સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી ના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાં સધન પેટ્રોલીંગ ફરી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપતા એલસીબી ટીમના ઇન્ચાર્જ પીઆઇ બી એલ રાયજાદા એએસઆઇ મનસુખભાઇ રાજપરા, કુલદીપભાઇ બોરીયા, કરશનભાઇ લોહ, પેરોલ સ્કોર્ડના પો.હે.કો. પ્રતાપભાઇ ખાચર સહીત સમગ્ર દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન એલસીબી ટીમ દ્વારા અગાઉથી ચોકકસ બાતમી હકીકત મેળવવામાં આવેલ કે, વિશુ ભરતભાઇ ખાચર જાતે કાઠી દરબાર રહે, વેલાળા (સા) થાનગઢ વાળાએ વેલાળાથી ચાંન્દ્રોલીયા ગામ તરફ જતા રસ્તા ઉપર પોતાના કબ્જા ભોગવટાના વીડમાં આવેલ બાવળની કાંટ પાસે કુવાના ગાળની પાસેથી ગે.કા વિદેશી દારૂનો જથ્થો 750 એમએલ ની શીલબંધ બોટલો નંગ 209 કી.રૂ.1,72,250 પ્રોહી મુદામાલ પકડી પાડી અને આરોપી વિશુ ભરતભાઇ ખાચર રહે, વેલાળા (સા) થાનગઢ હાજર નહી મળી આવેલ હોય મજકુર આરોપી વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]