સણોસરાની લોકભારતી ખાતેના K.V.K.માં ગ્લાયફોસેટ દવાના સુરક્ષિત ઉપયોગની તાલીમ યોજાઈ - At This Time

સણોસરાની લોકભારતી ખાતેના K.V.K.માં ગ્લાયફોસેટ દવાના સુરક્ષિત ઉપયોગની તાલીમ યોજાઈ


સિહોરના સણોસરા ગામે લોકભારતી ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ગ્લાયફોસેટ દવાના સુરક્ષિત ઉપયોગ વિષય ઉપર 3 દિવસીય પેસ્ટ કંટ્રોલ ઓપરેટર ની તાલીમ કૃષિ વૈજ્ઞાનિક જગદીશભાઈ કંટારીયા ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી જેમાં 50 તાલીમાર્થીઓ એ ભાગ લીધો તાલીમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વરિષ્ઠ વૈજ્ઞાનિક નિગમભાઈ શુક્લા દ્વારા ગ્લાયફોસેટ દવા થી મનુષ્ય તથા પર્યાવરણ અને સજીવ સૃષ્ટિને થતી ગંભીર અસરો તથા તેના સુરક્ષિત ઉપયોગ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ જગદીશભાઈ કંટારીયા દ્વારા ગ્લાયફોસેટ દવાના ઉપયોગ સમયે તકેદારી રાખવા અને ઉપયોગ સમયે રાખવાની કાળજી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ કૃષિ વિજ્ઞાનિક પ્રદીપભાઈ કયાડાએ ગ્લાયફોસેટ દવાના છંટકાવ કરવાના સાધનો તથા દવાના દ્રાવણ બનાવવા વિશે માર્ગદર્શન આપ્યુ હતુ તાલીમ પૂર્ણ થયે તમામ 50 તાલીમાર્થીઓને તાલીમ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.