હિંમતનગર કાંકણોલ સ્વામીનારાયણ મંદિર ખાતે પોલીસ સન્માન સમારોહ યોજાયો ******* સાબરકાંઠા પોલીસે ભાદરવી પૂનમના પદયાત્રીઓની સેવા, વિખુટા પડેલા બાળકોને માતા-પિતા સાથે મિલન જેવા સામાજિક સેવાના કામો કર્યા છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ******** - At This Time

હિંમતનગર કાંકણોલ સ્વામીનારાયણ મંદિર ખાતે પોલીસ સન્માન સમારોહ યોજાયો ******* સાબરકાંઠા પોલીસે ભાદરવી પૂનમના પદયાત્રીઓની સેવા, વિખુટા પડેલા બાળકોને માતા-પિતા સાથે મિલન જેવા સામાજિક સેવાના કામો કર્યા છે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી ********


હિંમતનગર કાંકણોલ સ્વામીનારાયણ મંદિર ખાતે પોલીસ સન્માન સમારોહ યોજાયો
*******
સાબરકાંઠા પોલીસે ભાદરવી પૂનમના પદયાત્રીઓની સેવા, વિખુટા પડેલા બાળકોને માતા-પિતા સાથે મિલન જેવા સામાજિક સેવાના કામો કર્યા છે
ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
********

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ન્યુઝ ૧૮ ગુજરાતી દ્વારા પોલીસ શૌર્ય સન્માન કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રીએ પોલીસ વિભાગની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે,પોલીસ માનવીય અભિગમ સાથે ખુબ જ સારી કામગીરી કરી રહી છે. જેને બિરદાવી ખૂબ જ જરૂરી છે મીડિયા નું કામ સરકારની કમીઓ ને ઉજાગર કરવાનું છે સાથે સારું કામ થતું હોય તેને બિરદાવવાનું પણ કામ કરી રહ્યા છે જે સરાહનીય છે.
પોલીસ તહેવારોમાં દરેક સીઝનમાં દરેક કુદરતી આપત્તિની પરિસ્થિતિમાં પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે. જેના કારણે ક્યારેક પોતાના પરિવાર નો ત્યાગ કરી સમાજ ની સુરક્ષા કરે છે
ગુજરાતીઓના નવરાત્રી તહેવાર દરમિયાન દરેક દીકરી રાત્રે ત્રણ ચાર વાગે સુરક્ષિત ઘરે પહોંચી છે તે આ પોલીસ વિભાગની કામગીરી ને આભારી છે. સાબરકાંઠાની "she" ટીમ દ્વારા સાદા પહેરવેશમાં રહીને નાગરિકોની સુરક્ષા પૂરી પાડવામાં આવી. નવરાત્રીમાં સામાન્ય વ્યક્તિને પણ રોજગારી મળી રહે અને પોતાની દિવાળી સુધારી શકે તે હેતુથી નવરાત્રિના સમયે રાત્રે મોડા સુધી વેપાર કરવાની પરવાનગી આપી અઢી લાખથી વધુ નાના વેપારીઓની દિવાળી સુધારી છે.
છેલ્લા બે વર્ષથી ડ્રગ્સ સામે પોલીસે અન્ય એજન્સી અને અન્ય રાજ્યો સાથે મળીને દુશ્મન દેશ પાકિસ્તાનથી ભારતના યુવા ધનને બરબાદ કરવા માટે ગુજરાત બોર્ડરથી ડ્રગ્સ ગૂસેડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
ભાદરવી પૂનમના મેળામાં વિખુટા પડેલા બાળકોને શોધી માતા-પિતા પાસે પહોંચાડવાનું કામ, પગપાળા જતા માઇ ભક્તો ની સેવાનું કામ પોતાના પરિવારની જેમ સાબરકાંઠા પોલીસે કર્યું છે.
સાબરકાંઠા પોલીસે વ્યાજખોરીના દૂષણમાંથી જિલ્લાને મુક્ત કરાવવા ખૂબ જ સારી કામગીરી કરી છે રાજ્ય સરકારને પોલીસ વિભાગની કામગીરી પર ગર્વ છે. પોલીસ પોતાના પરિવારને છોડી સમગ્ર સમાજને જ પોતાનો પરિવાર સમજી સેવા કરી રહી છે.
આ પ્રસંગે પોલીસ વિભાગના જવાનોને મંત્રીશ્રી અને મહાનુભવો દ્રારા ટ્રોફી અને પ્રમાણ પત્ર થી સન્માનિત કરાયા હતા.

આ સન્માન સમારોહમાં ન્યુઝ ૧૮ના એડિટર રાજીવ પાઠક, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા, પ્રાંતિજ ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, ગાંધીનગર રેન્જ આઈજી શ્રી વિરેન્દ્ર યાદવ, જિલ્લા સમાહર્તા શ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડાશ્રી વિજય પટેલ, શહેર અગ્રણી સિદ્ધાર્થ પટેલ, એવોર્ડ સ્પોન્સર ભુપેન્દ્રસીંહ ઝાલા મોટી સંખ્યામાં પોલીસ વિભાગના જવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી . સાબરકાંઠા


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.