ઉપલેટાના મોટી પાનેલીમા લૂંટ, એટ્રોસીટી તથા ઘાતક હથીયારો વડે થયેલ હુમલાના કેસમા છ વ્યકિતઓનો નામદાર સેસન્સ કોટૅમાં થયો નિર્દોષ છુટકારો - At This Time

ઉપલેટાના મોટી પાનેલીમા લૂંટ, એટ્રોસીટી તથા ઘાતક હથીયારો વડે થયેલ હુમલાના કેસમા છ વ્યકિતઓનો નામદાર સેસન્સ કોટૅમાં થયો નિર્દોષ છુટકારો


ધોરાજીની નામદાર સેસન્સ કોર્ટે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરીયાદના ગુનામા તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુકયા

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૩ ઓક્ટોમ્બર ૨૦૨૩, ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે વર્ષે ૨૦૧૮ માં બબાલ સર્જાઈ હોવાની બાબતમા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં લુંટ, એટ્રોસીટી તેમજ ઘાતક હથીયાર વડે હુમલો થયો હોવાની બાબતમા એક પોલીસ ફરીયાદ નોંધાવવામા આવી હતી જે બાદ આ ફરીયાદ અંગેનો સ્પેશ્યલ (એટ્રોસીટી) કેસ ધોરાજી સેસન્સ કોર્ટમા ચાહ્યો હતો અને આ સ્પેશ્યલ (એટ્રોસીટી) કેસ ધોરાજી સેસન્સ કોર્ટોમાં ચાલી જતા આ કેસમા જેમની સામે ફરીયાદ નોંધાઈ હતી તે તમામ આરોપીઓને ધોરાજી સેસન્સ કોર્ટે નિર્દોષ જાહેર કરીને છોડી મુક્યા છે.

આ કેસ અંગેની માહીતીઓ આપતા ઉપલેટાના સીનીયર એડવોકેટ દિલીપકુમાર એચ. જોષીએ જણાળવ્યુ હતુ કે, ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે વર્ષે ૨૦૧૮ માં બબાલ સર્જાઈ હોવાની બાબતમા ફરીયાદી વલ્લભભાઈ મનજીભાઈ બગડા દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશનમા લૂંટ, એટ્રોસીટી તેમજ ઘાતક હથીયાર વડે હુમલો થયો હોવાની બાબતમાં પોલીસ ફરીયાદ નોંધાવી હતી જે બાદ આ અંગેનો સ્પેશ્યલ (એટ્રોસીટી) ક્રેસ ધોરાજી સેસન્સ કોર્ટમા સ્પે. (એંટો.) કેસ નં. ૦૨/૨૦૧૮ થી ચાહ્યો હતો જેમા આરોપીઓ તરફેના રોકાયેલ વકીલોની દલીલો, રજૂઆતોને ધોરાજીના નામદાર સેસન્સ કોર્ટે માન્ય રાખીને આ તમામ છ આરોપીઓ સામે નોંધાયેલ ફરીયાદમા તમામ છ આરોપીઓને નિર્દોસ જાહેર કરીને છોડી મુકયા છે.

મોટી પાનેલીમા વર્ષ ૨૦૧૮ માં બબાલ સર્જાઈ હોવાની બાબતમાં નોધાયેલ પોલીસ ફરીયાદમા મોટી પાનેલી ગામના ભાવેશભાઈ ભનુભાઈ સીતાપરા, બટુકભાઈ કારાભાઈ બઢ, રમેશભાઈ ચનાભાઈ બાંભરોલીયા, પ્રફુલ ઉર્ફે ટગો પ્રવીણભાઈ સીતાપરા, નાનજીભાઈ ઉર્ફે ધમો દેવાભાઈ ખાણીયા, અરવીદભાઈ રવજીભાઈ વારગીયા સામે આઈ.પી.સી. કલમ-૩૯૫, ૪૨૭, ૩૨૫, ૩૨૩, ૧૪૩, ૧૪૮, ૧૪૯ તેમજ એટ્રોસીટી એક્ટની કલમ-૩(૨)(૫), ૩(૨)(૫–એ) તથા જી.પી. એક્ટની કલમ-૧૩૫ મુજબના ગુનામા સ્પેશ્યલ જજ (એસ્ટ્રોસીટી) એવા ધોરાજીના મહેરબાન એડીશનલ સેસન્સ જજ અલીહુસેન મોહીબુલ્લાહ શેખ દ્વારા આ તમામ આરોપીઓને નિર્દેશ જાહેર કરી છોડી મુક્યા છે જેમા આ ચાલેલ કેસમા વકીલ તરીકે ઉપલેટાના સીનીયર એડવોકેટ દિલીપકુમાર એચ. જોષી તેમજ નિલેશ કે. જોષી રોકાયેલા હતા.

તસ્વિર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.