પેટ્રોલપંપ માલિક સાથે કોન્ટ્રાકટર માતા-પુત્રએ ધંધામાં ભાગીદારી પેટે રૂ 9.34 લાખ લઈ હાથ ઊંચા કરી દિધાં - At This Time

પેટ્રોલપંપ માલિક સાથે કોન્ટ્રાકટર માતા-પુત્રએ ધંધામાં ભાગીદારી પેટે રૂ 9.34 લાખ લઈ હાથ ઊંચા કરી દિધાં


કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીમાં રહેતા અને બોટાદના ગઢડા પંથકમાં પેટ્રોલપંપ સંચાલકને લેબર કોન્ટ્રાકટરમાં ભાગીદારીમાં ધંધો કરવાના બહાને રૂ।9.34 લાખની છેતરપીંડી આચર્યાની ફરીયાદ કરતા ભકિતનગર પોલીસે ગુનો નોંધી આરોપી માતા-પુત્રને સકંજામાં લેવા તજવીજ આદરી છે.
બનાવની વિગતો મુજબ, કોઠારીયા રોડ પર ન્યુ કેદારનાથ સોસાયટીમાં રહેતા ભરતભાઈ લાભુભાઈ લાવડીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પુષ્કરધામ સોસાયટીમાં રહેતો વિક્રમ સુખાભાઈ બાલાસરા અને તેની માતા અમરબેનના નામો આપ્યા હતા. વધુમાં ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, તેને વર્ષ 2015માં તેને ગઢડા ખાતે પ્રગતિ નામે પેટ્રોલ પંપ શરૂ કર્યો હતો અને તેને ઉદ્ઘાટનમા સગા-સંબંધી અને મિત્રો બોલાવ્યા હતા ત્યારે તેને વિક્રમ બાલાસરા સાથે ઓળખ થઈ હતી અને તેને કાવ્યા એન્ટરપ્રાઈઝ નામે લેબર કોન્ટ્રાકટરનુ કામ રાખતા હોવાનુ જણાવ્યુ હતુ.
જેથી તે અવાર નવાર મળતા હોય પરીચય મેળવી હાથ ઉછીના રૂપીયા લઈ જતા અને પરત આપી દેતા હતા. ત્યાર બાદ વર્ષ 2019મા તેને અમદાવાદ ખાતે મોટો કોન્ટ્રાકટ મળ્યો હોય રોકાણ કરવા અને ભાગીદારીમાં ધંધો કરવાની વાત કરી અને ભાગીદારી પેઢીમાં ભાગીદાર પેઢીનુ લખાણ કરી આપવાનુ કહી રૂ। લાખ અને બીજા તેના માતાની પેઢીમાં અન્ય કટકે કટકે રૂ।.10 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા.
બાદમાં વધુ 6.94 લાખ લઈ તેમજ તેની કારમાં લોન કરાવી હોય પરંતુ તેની ક્રેડીટ સારી ન હોય મારા નામે લોન લઈ અને મારા નામે અને મારા પિતા અને માતાના નામે 7.50 લાખની લોન મળી કુલ રૂ।9.34 લાખની ઠગાઈ આચરી ફોન ઉપાડવાનુ બંધ કરી દીધું હતું. તેના ઘેર જઈ તપાસ કરતા તે ઘેર પણ હાજર રહેતા ન હોવાનુ તેમજ તેને અન્ય લોકો પાસેથી પણ લાખો રૂપીયા લઈ છેતરપીડી કર્યાનુ બહાર આવ્યું હતું. બનાવ અંગેની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે ગુનો નોંધી પીએસઆઇ સામુદ્ર અને ટીમે તપાસ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.