રાજ ભક્તિનું અનમોલ ઉદાહરણ એટલે દેવાયત આપા બોદર - At This Time

રાજ ભક્તિનું અનમોલ ઉદાહરણ એટલે દેવાયત આપા બોદર


રાજ ભક્તિનું અનમોલ ઉદાહરણ એટલે દેવાયત આપા બોદર

રાજના વંશને આશરો આપી પોતાના પંડ ના દીકરાનું બલિદાન આપનાર વીર સપૂત

પોતાના સગા દીકરા ની આંખ પર ચાલી એ આહીરાણી પણ સેજ પણ અણસાર ના આવ્યો કે આ પોતાના પંડ નો દીકરો હતો

આહીર સમાજ ની રાજ ભક્તિ નું આ ઉદાહરણ આશરા ધર્મ તરીકે આજે પણ લોકો પાળી રહ્યા છે.

દેવાયત આપા બોદર મહાન યદુવંશી ક્ષત્રિય આહીર હતા. જેણે રા' વંશને બચાવ્યો હતો.
(રા' વંશ:- ચુડાસમા, સરવૈયા, રાયજાદા.)

દેવાયત આપા બોદર (આશરે - 900 એડી - 1025 ED) એ યદુવંશી ક્ષત્રિય આહીર હતા જેમની મદદથી રા' નવઘણ જૂનાગઢનાં રાજા બન્યા હતા. તેમના પછી તેમના પુત્ર રા' ખેંગરે જૂનાગઢની ગાદી સંભાળી.

દેવાયત આપા બોદરે રા' નવઘનને સોલંકી રાજાથી બચાવવા તેના "ઉગા" નામના પુત્રનું બલિદાન આપ્યું રા' ડાયસના મૃત્યુ પછી, રાણીની દાસીએ રા' નવઘણને દેવાયત આપા બોદરને સોંપી દીધો અને દેવાયત બોદરે વચન આપ્યું કે, "તે રા' નવઘણનું રક્ષણ કરશે અને સમય આવ્યે તેને જૂનાગઢનો રાજા બનાવશે."

દેવાયત બોદરનો પુત્ર ઉગો અને રા' વંશના કુલદીપક બંને એક જ ઉંમરના હતા 12 વર્ષની ઉંમરે, કોઈએ સોલંકી રાજાને જાણ કરી કે તેનો દુશ્મન નવઘણ દેવાયત બોદર આહીરના ઘરે છે

દેવાયત બોદરને રાજ દરબારમાં બોલાવીને નવઘણ બાબતે પૂછપરછ કરવામાં આવે છે. સમગ્ર પરિસ્થિતિ સમજ્યા બાદ દેવાયત બોદર હકારાત્મક જવાબ આપે છે પછી રાજા નવઘણને દરબારમાં લાવવા કહે છે. દેવાયત બોદર તેની પત્ની આહિરાણી સોનલબાઈને એક પત્ર લખે છે અને રા'નવઘનને સૈનિકો સાથે મોકલવા કહે છે સાથે એ પણ લખે છે કે "રા' રાખીને વાત કરજો." આહીરાણી દેવાયત બોદરની આ ઈશારો સમજી અને તેના પુત્ર "ઉગા" ને સૈનિકો સાથે રાજકુમારની જેમ તૈયાર કરીને નવઘણ તરીકે મોકલ્યો જો કે, રા' નવઘણ કોણ છે અને ઉગો કોણ છે તે કોઈ જાણતું ન હતું.

દેવાયત બોદરની કસોટી કરવા માટે,સોલંકી રાજાએ દેવાયત બોદરને નવઘન (જે વાસ્તવમાં દેવાયત બોદરનો પુત્ર ઉગો હતો.)નો પોતાના હાથે ધડથી માથું અલગ કરવાનો આદેશ આપ્યો અને દેવાયત બોદરે તે આદેશનું પાલન પણ કર્યું રાજા હજુ પણ સંતુષ્ટ ન હતા ત્યારે તેણે આહિરાણી સોનલમાતાને બોલાવીને આદેશ આપ્યો કે તે નવઘણના માથાં પરથી આંખો કાઢીને તેને પગથી કચડી નાખે અને જો તેની આંખમાંથી આંસુ ન આવે તો તેઓ માને કે તે નવઘણ છે આહીરાણી માટે આ કસોટી ખૂબ જ ગંભીર હતી પરંતુ તેની આંખોમાં આંસુ ન આવ્યા અને તેણીએ આ પરીક્ષા પાસ કરી. કસોટી પૂર્ણ કર્યા પછી, રાજા સંતુષ્ટ છે કે દેવાયત બોદરે જ રા' નવઘણને મારી નાખ્યો,હવે તેનો દુશ્મન જીવિત નથી.

આ વાતને 10 વર્ષ વીતી ગયા અને હવે નવઘણ યુવાન થઈ ગયો હતો દેવાયત બોદર (યદુવંશી ક્ષત્રિય આહીર) આહીર સમાજનાં યુવાનો,વડીલો વગેરેને બોલાવે છે અને સત્ય કહે છે કે, "10 વર્ષ પહેલા તેનો પોતાનાં પુત્ર ઉગાનખ માર્યો હતો અને નવઘણ જીવિત છે. પુત્રી જહાલના લગ્ન સમયે નવઘણને જૂનાગઢનો રાજા બનાવવામાં આવશે." નવઘણને જૂનાગઢનું રાજ આપવા માટે યદુવંશી ક્ષત્રિય આહીરો અને સોલંકીઓ વચ્ચે યુદ્ધ થાય છે અને આહીરો જીતે છે દેવાયત બોદરે જૂનાગઢની ગાદી રા' નવઘણને સોંપી અને તેને જૂનાગઢનો રાજા બનાવ્યો આ રીતે દેવાયત આપા બોદરે પોતાનું આપેલ વચન પુરું કર્યું નવઘણને જૂનાગઢનું રાજ્ય આપ્યાં પછી અને જાહલનાં લગ્ન બાદ આહીરાણી સોનલમાતા એ પોતાનાં પુત્ર ઉગાના મુત્યુ પર રડ્યાં હતાં અને મરશિયા ગાયા હતા હાલનાં સમયમાં પણ આહીરાણીઓ ઉગાના શોકમાં કાળું ઓઢણું ઓઢે છે

આહીર જાતિ ભગવાન શ્રી કૃષ્ણના વંશજ છે જે યાદવો તરીકે પણ ઓળખાય છે આ જાતિ પહેલેથી જ લડાકુ જાતિ તરીકે ઓળખાય છે હિટલરે પણ કહ્યું હતું કે, "જો મારી પાસે આહિર/યાદવ સેના હોય તો મને દુનિયા જીતવામાં કંઈ રોકી ન શકે."

આહીરોએ આઝાદીની ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી છે,સતી અનસૂયા,સમ્રાટ સહસ્ત્રાર્જુન,સમ્રાટ કૃષ્ણદેવરાયજી,દેવાયત બાપા બોદર,સોનલ માતા બોદર,ઉગા બાપા બોદર,ભોજાબાપા મકવાણા,અમર માતા,રામબાઈ માતા,રમેશ જોગલ,કચ્છના 140 આહીરાણી ડાંગર,ડાંગર બાપા આહીર સમાજમાં ભુવડ ચાવડા મહાન વીર અને માતા રહ્યા છે આહીર સમાજ આશારા ધર્મ માટે જાણીતો છે : અહેવાલ નિલેષ ઢીલા ઉમરાળા

રીપોટર-અશોક ચૌહાણ

ગારિયાધાર

ભાવનગર

99 781 28 943
9978128943


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.