કડાણા તાલુકાની બુચાવાડા પ્રાથમિક શાળા માં બાળ સંસદ ચુટણી યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/b1ekfilh1jah5bio/" left="-10"]

કડાણા તાલુકાની બુચાવાડા પ્રાથમિક શાળા માં બાળ સંસદ ચુટણી યોજાઇ


આજરોજ બુચાવાડા પ્રાથમિક શાળા ખાતે જી.એસ.ની શાળા પંચાયતની ચુટણીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં 1 થી 8 ધોરણના વિધાર્થીઓ વચ્ચે ચુટણી યોજાઇ હતી.આમ સ્કુલના છેલ્લા ચાર તાસમાં ચુટણીનુ આયોજન રાખવામાં આવ્યુ હતુ.જેમાં જી.એસ ઉમેદવાર માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોધાવી હતી. ઉમેદવારો દ્વારા ચુટણીમા જીત મેળવવા માટે દરેક વર્ગમા જઈ અને પ્રચાર પણ હાથ ધરવામાં આવ્યો હતો.આમ શાળાના કુલ 80% મતદાન થયું હતું.જેમાં જી.એસ તરીકે ડામોર કાજલબેન કાનાભાઈ જંગી બહુમતીથી વિજયી બન્યા હતા.જયારે ઉપ જી એસ.તરીકે ખાંટ વિજયભાઈ જયંતીભાઈ વિજયી બન્યા હતા.
આમ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.જ્યારે શાળાની
મત ગણતરી કરાવી અને પરીણામ જાહેર કરવામાં આવ્યુ.
આમ શાળામાં ચુટણીનુ આયોજન થતા વિધાર્થીઓ તેમજ શિક્ષકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જયારે વિધાર્થીઓ દ્વારા જીતેલા ઉમેદવારોને શુભકામનાઓ પાઠવી હતી..

તસ્વીર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]