છોડો તમારા બધા કામ, પહેલા ચાલો કરો મતદાન - At This Time

છોડો તમારા બધા કામ, પહેલા ચાલો કરો મતદાન


બોટાદ તાલુકાના સમઢિયાળા-1 ગામમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે શેરી નાટક, પત્ર લેખન અને રેલી જેવા કાર્યક્રમોનું આયોજન

બોટાદ જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં વધુને વધુ મતદાન થાય તે હેતુથી જિલ્લા ચૂંટણી તંત્ર સવિશેષ પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદાન જાગૃતિ માટે અનેકવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. જે અન્વયે બોટાદ તાલુકાના સમઢિયાળા-1 ગામમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા શેરી નાટક, પત્ર લેખન અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે બોટાદ જિલ્લામાં સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. ભરત વઢેર અને નાયબ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી પ્રભાતસિંહ મોરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત શિક્ષકો અને આચાર્યો ગ્રામજનોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટે શેરી નાટકો, પત્ર લેખન અને રેલી જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મતદાનને લગતા અલગ અલગ બેનર્સ અને પોસ્ટર્સ બનાવી વિદ્યાર્થીઓ નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરી રહ્યા છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.