હત્યાને અકસ્માતમાં ખપાવવા જતા ભાંડો ફૂટ્યો: પ્રાંતિજના લીમલા ડેમ પાસે પતિને ગળે ટુપો દઈને હત્યા કરનાર પત્ની અને પ્રેમી જેલ હવાલે atthistimeprantij - At This Time

હત્યાને અકસ્માતમાં ખપાવવા જતા ભાંડો ફૂટ્યો: પ્રાંતિજના લીમલા ડેમ પાસે પતિને ગળે ટુપો દઈને હત્યા કરનાર પત્ની અને પ્રેમી જેલ હવાલે atthistimeprantij


પ્રાંતિજ તાલુકાના લીમલા ડેમમાં બે દિવસ અગાઉ પ્રેમ સંબંધમાં બાધારૂપ બનતા તલોદ તાલુકાના વલીયમપુરા ગામના એક યુવાનને પૂર્વ યોજીત કાવતરૂ રચીને બોલાવી વલીયમપુરા ગામના બે જણાએ પ્રેમ સંબંધમાં વાતચીત કરવા દેતા ન હોવાથી સળીયાથી હુમલો કરી ગળે ટુંપો દઈ મોત નીપજાવીને અકસ્માતમાં ખપાવવા જતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પત્ની અને પ્રેમિકાસામે હત્યાનો ગુનો નોંધાયો હતો. તો પોલીસે પત્ની અને પ્રેમીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI આર.આર.દેસાઈએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝડકીયા ગામના જગતસિંહ ઉર્ફે જગદીશસિંહ શકરાજી ડાભીને આશાબેન કરણસિંહ ઉર્ફે કિરણસિંહ કાળુસિંહ પરમાર (રહે.વલીયમપુરા) સાથે પ્રેમ સંબંધ હતો. જેથી અવાર નવાર આશાબેન જગતસિંહ સાથે જતી રહેતી હતી. દરમિયાન કરણસિંહ કાળુસિંહ પરમાર પ્રેમ સંબંધમાં બાધારૂપ બનીને જગતસિંહનેવાત કરવા દેતા ન હતા. આખરે જગતસિંહ અને આશાબેને પૂર્વ યોજીત કાવતરૂ રચીને કરણસિંહ કાળુસિંહ પરમારને 14 માર્ચના રોજ પ્રાંતિજના લીમલા ડેમમાં બોલાવ્યા હતા. ત્યારબાદ આ બંને જણાએ કરણસિંહ પર લોખંડના સળીયાથી હુમલો કર્યો હતો અને ગળે ટુંપો દઈને હત્યા કરી દઈ મોત નિપજાવ્યું હતું.ત્યારબાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા જતા આખો ભાંડો ફૂટ્યો હતો .ત્યારબાદ પ્રાંતિજ પોલીસે પ્રેમી કરણસિંહ કાળુસિંહ પરમાર અને પ્રેમિકા મૃતકની પત્નીઆશાબેન પરમારની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કાળુસિંહ ગાંડાજી પરમારે નોંધાવેલી ફરીયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.