ધંધુકાના યુવકને હાથ ઊંચો કરવા બાબતે શખ્સે હોકીથી માર માર્યાની ફરિયાદ - At This Time

ધંધુકાના યુવકને હાથ ઊંચો કરવા બાબતે શખ્સે હોકીથી માર માર્યાની ફરિયાદ


ધંધુકાના યુવકને હાથ ઊંચો કરવા બાબતે શખ્સે હોકીથી માર માર્યાની ફરિયાદ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા શહેરના દેકાવાડા, વૈધનાથ મહાદેવ પાસે રહેતા પ્રકાસભાઈ મેહુલભાઈ ચૌહાણને બાઇકમાથી હાથ ઊંચો કરવા બાબતે શખ્સે હોકીથી માર માર્યાની ફરિયાદ.

ધંધુકા શહેરના દેકાવાડા વૈધનાથ મહાદેવ પાસે રહેતા પ્રકાશભાઈ મેહુલભાઈ ચૌહાણ રાત્રિના સમયે કુંભારવાડામાં ગરબા રમીને તેમના મિત્ર સાથે આવી રહ્યા હતા ત્યારે લિબડી પાસે આવેલ ત્રણ રસ્તા પાસે , દ્વારકાધીસ હોટલ પાસે બાઇક ચલાવવા બાબતે અર્જુનસિંહ ઝાલા રહે અડવાળ ધંધુકા નામના શખ્સ સાથે બોલાચાલી થતાં ગાળો દઈ હોકી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અર્જુનસિંહએ કહેલ કે તને બાઇક ચલાવતા આવડે છે કે કેમ ,ને ઉશ્કેરાઈ જઈને હોકી વડે માર માર્યાની ફરિયાદ યુવકે ધંધુકા પોલીસમાં નોંધાવી છે.

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.