રાજુલા ની નવ નિર્મિત કોર્ટ બિલ્ડિંગ ખુલી મુકવામાં આવી - At This Time

રાજુલા ની નવ નિર્મિત કોર્ટ બિલ્ડિંગ ખુલી મુકવામાં આવી


રાજુલા ની નવ નિર્મિત કોર્ટ બિલ્ડિંગ ખુલી મુકવામાં આવી

રાજુલા શહેરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સિનિયર સિવિલ કોર્ટ બિલ્ડિંગ જેનું રાજુલા શહેરમાં હાઇકોર્ટના ન્યાયમૂર્તિ એમ.આર. મેંગડે નાં હસ્તે ખુલી મુકવામાં આવી
આ પ્રસંગે મંચસ્થ મહાનુભાવો તરીકે માનનીય ન્યાયમૂર્તિ શ્રી ગુજરાત હાઇકોર્ટના મેંગડે સાહેબ તેમજ અમરેલી જિલ્લાના જિલ્લા ન્યાયાધીશ બુખારી સાહેબ તથા રાજુલાના એડિશનલ ડીસ્ટ્રીક્ટ જજ સાહેબ શ્રી ત્રિવેદી સાહેબ તથા ફેમિલી જજ સાહેબ મિસ એમ.એસ સોની સાહેબ, પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી સિંઘ સાહેબ તથા એડિશનલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી એ એચ ત્રિવેદી સાહેબ તથા લીગલ વિભાગના જોઈન્ટ સેક્રેટરીશ્રી યુ.એમ ભટ્ટ સાહેબ તથા રાજુલા બાર એસોસિએશનના પ્રમુખ શ્રી વી એમ વરૂ તથા સેક્રેટરી શ્રી મૌલિનભાઈ ઠાકર ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે તમામ આમંત્રિતો મહેમાનો ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલો તેમજ આવેલા તમામ મહેમાનોને પુષ્પગુશ આપી તેમજ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવેલું તેમજ પરી ઠાકર દ્વારા ગણપતિ વંદના રજૂ કરવામાં આવેલી તેમજ રાજુલા ખાંભા જાફરાબાદ અને અમરેલીના વકીલ મંડળ દ્વારા હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ને મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવેલ તેમજ કાર્યક્રમના અંતમાં રાષ્ટ્રગીત ગાવામાં આવેલ આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવેલો અંતમાં આભાર વિધિ રાજુલાના પ્રમુખ વી એમ વરું કરેલું એ સમગ્ર કાર્યક્રમનું એન્કરિંગ એડવોકેટ રાજુભાઈ જોખિયા એ કરેલું
કાર્યક્રમના અંતે આમંત્રિત મહેમાનો દ્વારા આ કોર્ટ બિલ્ડીંગનું નિરીક્ષણ કરવામાં આવેલું ત્યારે હાઇકોર્ટ ના
ન્યાયમૂર્તિ મેંગડે એ બિલ્ડીંગ તેમજ આ બિલ્ડીંગ સુવિધા જોઈ અને તેમણે ખૂબ જ ખુશી વ્યક્ત કરેલી અને તમામ વકીલ મંડળને શુભેચ્છાઓ પાઠવેલી આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા રાજુલા વકીલ મંડળ તેમજ સમગ્ર કોર્ટ સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલા


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.