બોટાદ જિલ્લા યુવા મોરચા મંત્રી ના નિવાસ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ - At This Time

બોટાદ જિલ્લા યુવા મોરચા મંત્રી ના નિવાસ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ


આજ રોજ તારીખ 7 જુલાઈ ના રોજ બરવાળા શહેર મા અવિનાશ કોલોની મા બોટાદ જિલ્લા યુવા મોરચા ના મંત્રી જલદીપભાઈ મુંધવા ના નિવાસ સ્થાને ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રીશ્રી પ્રદીપભાઈ પરમાર સાહેબ પધાર્યા હતા આ પ્રસંગે મંત્રીશ્રી નું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.આ પ્રસંગે બરવાળા શહેર ભાજપ સંગઠન ના હોદેદારો ચૂંટાયેલા સભ્યો અને સ્થાનિક વિસ્તાર ના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.અને તેમનું લોકો દ્વારા સાલ અને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું અને બોટાદ જિલ્લા યુવા મોરચા મંત્રીશ્રી ના નિવાસ સ્થાને કેબિનેટ મંત્રી સાહેબ પધાર્યા તે બદલ પ્રદીપભાઈ પરમાર સાહેબ નો તેમણે અને લોકો એ આભાર માન્યો હતો.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.