જેસાવાડા પોલીસે વડવા ગામે બનેલ ફાયરિંગ ના બનાવમાં ત્રણ ઇસમોને પકડી પાડી તેમની પાસેથી હાથ બનાવટના ૨ દેશી તમંચા તથા બે જીવતા કારતૂસ કબજે કર્યા. - At This Time

જેસાવાડા પોલીસે વડવા ગામે બનેલ ફાયરિંગ ના બનાવમાં ત્રણ ઇસમોને પકડી પાડી તેમની પાસેથી હાથ બનાવટના ૨ દેશી તમંચા તથા બે જીવતા કારતૂસ કબજે કર્યા.


ગત.તારીખ ૧૮/૦૯/૨૦૨૩ના રોજ વડવા ગામે બકરા ચરાવવા બાબતે ઝગડો થતા અમુક ઇસમો દ્રારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જે ફાયરીંગ કરતો વિડિયો સોશીયલ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અનુસંધાને વડવા ગામના ફરિયાદી માજુભાઈ દીતાભાઇ કટારાની ફરીયાદને લઇ ચાર ઇસમો (૧) રામસિંગભાઈ ઝીથરાભાઈ માવી (૨) રાકેશભાઇ દિતીયાભાઇ માવી (૩) સરદારભાઈ કાગડાભાઇ માવી (૪) રાજુભાઇ પિદિયાભાઈ માવી તમામ રહે. વડવા તળાવ ફળીયા તા.ગરબાડા જી.દાહોદ નાઓ વિરૂદ્ધ જેસાવાડા પોલીસે કલમ ૩૦૭,૫૦૪,૩૪ તથા આર્મસ એક્ટ તથા જી.પી એક્ટ ૧૩૫ મુજબ ગુન્હો દાખલ કરી ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડી ગુન્હામાં વપરાયેલ હથિયારો કબ્જે કરવા જેસાવાડા પી.એસ.આઇ એન.એમ.રામી તથા પોલીસની અલગ અલગ ટીમ બનાવી ત્રણ આરોપીઓને વડવાના ખજુરિયા ગામના જંગલ વિસ્તારમાંથી ઝડપી પાડયા હતા અને તપાસ દરમિયાન તેમની પાસેથી ગુન્હામાં ઉપયોગમાં લેવાયેલ હાથ બનાવટના ૦૨ દેશી તમંચા તથા બે જીવતા કારતૂસ કબજે કબ્જે કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
9979516832


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.