શ્રી કે જી પટેલ હાઇસ્કુલ સાચોદરમાં શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો... - At This Time

શ્રી કે જી પટેલ હાઇસ્કુલ સાચોદરમાં શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો…


શ્રી કે જી પટેલ હાઇસ્કુલ સાચોદરમાં શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ સન્માન સમારંભ યોજાયો...
શ્રી ગ્રામ કલ્યાણ યજ્ઞ સમિતિ સાચોદર સંચાલિત શ્રી કે જી પટેલ હાઇસ્કુલ સાચોદર ના આચાર્યશ્રી કનૈયાલાલ એ પટેલ તથા મંડળના પ્રમુખશ્રી ઉંમરના કારણે નિવૃત્ત થતા આ બંને મહાનુભાવોના સન્માન સમારંભ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી મીતાબેન ગઢવીના અધ્યક્ષ સ્થાને તારીખ 31 10 2023 ના રોજ યોજાઇ ગયો. સદર કાર્યક્રમમાં શ્રી ભાનુભાઈ પટેલ પ્રવક્તા રાજ્ય આચાર્ય સંઘ, શ્રી કિરણભાઈ પટેલ પ્રમુખશ્રી સાબરકાંઠા જિલ્લા આચાર્ય સંઘ, ભરતભાઈ પટેલ પ્રમુખશ્રી શાળા સંચાલક મંડળ, શ્રી ગજેન્દ્રભાઈ પટેલ કન્વીનર શ્રી કાશી શાળા વિકાસ સંકુલ તથા શ્રી નાથાભાઈ પટેલ મંત્રી શ્રી ગ્રામ કલ્યાણ યજ્ઞ સમિતિ, મહેન્દ્રભાઈ પટેલ પૂર્વ પ્રમુખ આર ડી પટેલ તથા કાશી શાળા વિકાસ સંકુલના આચાર્યશ્રીઓ પૂર્વ આચાર્યશ્રી એમ આઈ પટેલ તથા શાળા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં પૂજ્ય માધુ દાદા જે આ વિસ્તારના ભામાશા કહેવાય છે જેમનું સન્માન કરવામાં આવ્યું હતું ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ સમારંભમાં ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. નિવૃત થતા આચાર્યશ્રી 18 વર્ષ સુધી આચાર્ય તરીકે આ શાળાની અંદર પોતાની સેવાઓ આપી હતી જેને સૌ કોઈએ બિરદાવી હતી આ શાળાના આચાર્યશ્રી કનુભાઈ પટેલે શાળાને વિકાસ માટે રૂપિયા એક લાખનું દાન આપ્યું હતું. શાળા મંડળમાં નવા નિયુક્ત થયેલ પ્રમુખશ્રી હરેશભાઈ પટેલે દાન સ્વીકારી આચાર્યશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેશભાઈ પંચાલે કર્યું હતું અને આભાર વિધિ શ્રીમતી નીરૂબેન પરમાર એ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ કર્મચારીઓ સેવક શ્રી જીતુભાઈ પ્રજાપતિ એ પણ સારો એવો પરિશ્રમ કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.