વેસુમાં સ્પા-મસાજના નામે દેહવ્યાપારમાં સંચાલકના આગોતરા જામીન નકારાયા - At This Time

વેસુમાં સ્પા-મસાજના નામે દેહવ્યાપારમાં સંચાલકના આગોતરા જામીન નકારાયા


સુરતરઘુવીર બિઝનેસ પાર્કના પહેલા માળે થાયા સ્પા-મસાજ પાર્લરમાં થાઇલેન્ડની છ યુવતી મળી હતીવેસુ
વીઆઈપી રોડ સ્થિત થાયા સ્પા-મસાજના ઓઠા હેઠળ કુટણખાનું ચલાવનાર વોન્ટેડ આરોપી
માલિક અનિલ જાધવે ઉમરા પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ
સેશન્સ જજ અશ્વિનકુમાર કે.શાહે નકારી કાઢી છે.વેસુના
વીઆઈપી રોડ ખાતે રઘુવીર બિઝનેસ પાર્કના પહેલા માળે થાયા સ્પા-મસાજ પાર્લરમાં
દેહવ્યાપારનો ધંધો ચલાવાતો હોવાની બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાંચે તા.22-5-22 ના
રોજ રેડ કરી હતી.જે દરમિયાન થાઈલેન્ડની છ યુવતિઓ સહિત મસાજ પાર્લરના મેનેજર મુકેશ
અજયકુમાર પટેલ સહિત ગ્રાહકો રંગે હાથે ઝડપાઈ ગયા હતા.જેથી ઉમરા પોલીસે થાયા સ્પાના
વોન્ટેડ આરોપી માલિક અનિલ અશોક જાધવ(રે.મંગલમ્ હાઈટ્સ, આભવા) તથા ભાવેશ
નગીનદાસ દાળભાતવાળા સહિત અન્ય આરોપીઓ વિરુધ્ધ ઈમોરલ ટ્રાફીક્ એક્ટનો ગુનો નોંધી
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ
કેસમાં પોલીસ ધરપકડથી બચવા સ્પાના આરોપી માલિક અનિલ જાધવે આગોતરા જામીન માટે માંગ
કરી હતી.જેની સુનાવણી દરમિયાન આરોપીના બચાવપક્ષે જણાવ્યું હતું કે દુકાનનું
ગુમાસ્તાધારાનું લાયસન્સ ભાવેશના નામે છે.આરોપી અનિલ જાધવ સ્થળ પર હાજર નથી કે
ગુનામાં સક્રીય સંડોવણી ન હોઈ પ્રથમ દર્શનીય કેસના અભાવે આગોતરા જામીન આપવા માંગ
કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે તપાસ અધિકારીની એફીડેવિટ રજુ
કરી જણાવ્યું હતું કે આરોપી શોપ માલિક અનિલ જાધવ તથા ભાવેશ દાળભાતવાળા આજ સુધી
પોલીસ પહોંચથી દુર રહીને તપાસમાં સહકાર આપતા નથી.હાલમાં આ  કેસના મુખ્ય આરોપીએ પોતાના આર્થિક લાભ મેળવવા
વિદેશથી યુવતિઓ ને બોલાવીને ગ્રાહકોને સ્પા-મસાજના નામે શારીરિક સુખ માણવાની સગવડો
પુરી પાડવાના ગુનામાં સક્રીય સંડોવણી છે.ગુનાની તપાસ ચાલુ હોઈ આરોપીને આગોતરા
જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની તથા તપાસ અને સમાજ પર વિપરિત અસર
થવાની સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી આરોપીની ગુનામાં સક્રીય અને મુખ્ય ભુમિકા
હોઈ આગોતરા જામીનની માંગને નકારી કાઢી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.