ખેડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર - At This Time

ખેડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા મેજર કોલ જાહેર


ખેડામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, 15 ફાયર ફાઇટર્સની ટીમ દોડતી થઈ, મેજર કોલ જાહેર કરાયો

ખેડા પાસેના ગોબલજ ગામની સીમમાં આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે અફરાતફરી મચી હતી. આ આગ એટલી બધી વિકરાળ હતી કે, નડિયાદ, ખેડા, બારેજા, અમદાવાદ, અસલાલી સહિત 15 ફાયર ફાઇટર્સની ટીમની મદદ લેવામાં આવી હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા જ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો.ખેડા તાલુકાના ગોબલજ ગામની સીમમાં ફોર્મોસા સિન્થેટિક્સ પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરીમાં સોમવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. આ આગ એટલી વિકરાળ હતી કે, આગનો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. આગની જાણ ફાયરબ્રિગેડની ટીમને કરતાં નડિયાદ , ખેડા, બારેજા અસલાલી, ધોળકા અને અમદાવાદના ફાયર ફાઇટરની ટીમ બનાવ સ્થળે દોડી આવી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.