રાજકોટ સિવિલની બેદરકારીથી દેહદાનમાં આપેલો વૃદ્ધાનો મૃતદેહ 48 કલાક રઝળ્યો; કમને બેસણું કરવું પડ્યું, વકીલ પુત્રે કહ્યું, હવે સિવિલ સામેના કેસ મફત લડીશ - At This Time

રાજકોટ સિવિલની બેદરકારીથી દેહદાનમાં આપેલો વૃદ્ધાનો મૃતદેહ 48 કલાક રઝળ્યો; કમને બેસણું કરવું પડ્યું, વકીલ પુત્રે કહ્યું, હવે સિવિલ સામેના કેસ મફત લડીશ


મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાવી મેડિકલ ઓફિસરે બે દી’ પછી આવવા કહ્યું’તું

પુત્રનો વલોપાત, મા મને માફ કરજે

રાજકોટ સિવિલ હોસ્પિટલનું તંત્ર આખા રાજ્યમાં કુખ્યાત છે અવારનવાર લોકો હેરાન થાય છે. માતાના દેહદાન માટે સિવિલ અને મેડિકલ કોલેજના સંકલનના અભાવે પુત્રને સંઘર્ષ કરવો પડ્યાની ઘટનાએ તમામ હદ પાર કરી નાખી છે. રાજકોટ રહેતા એડવોકેટ ધર્મેશ પી. વેકરિયાના માતા કાંતાબેનને સિવિલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પરિવારે સ્તુત્ય પગલું લઈને મેડિકલ કોલેજમાં દેહદાનનો સંકલ્પ કર્યો અને ફરજ પરના મેડિકલ ઓફિસર ડો. રાજ બુદ્ધદેવને આ અંગે જણાવ્યું હતું. તબીબે શનિવાર હોવાથી દેહદાન નહિ થાય કોલ્ડસ્ટોરેજમાં બોડી રાખી સોમવારે આવવા કહ્યું હતું. મંજૂરી મળતા મૃતદેહને કોલ્ડસ્ટોરેજમાં રખાઈ હતી અને ચિઠ્ઠીમાં દેહદાન લખાયું હતું અને તબીબે સહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.