રાજકોટમાં નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં પ્રથમ દિવસે અનેક બેનામી વ્યવહારો મળ્યા, આખી રાત સર્ચ ચાલ્યું - At This Time

રાજકોટમાં નામાંકિત બિલ્ડર ગ્રુપને ત્યાં પ્રથમ દિવસે અનેક બેનામી વ્યવહારો મળ્યા, આખી રાત સર્ચ ચાલ્યું


માર્ચ એન્ડિંગ નજીક આવતાની સાથે જ ચાલુ નાણાકીય વર્ષનું બીજું સૌથી મોટું સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટના ટોચના બિલ્ડર્સ લોબી પર ગઇકાલને 27 ફેબ્રુઆરીની સવારથી આવકવેરા વિભાગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના ઉધોગકાર ઓરબીટ ગ્રુપના વિનેશ પટેલ અને જાણીતા બિલ્ડર દિલીપ લાડાણી અને તેની સાથે સંકળાયેલા ભાગીદારોને ત્યાં આવકવેરાના દરોડા આખી રાત ચાલુ રહ્યાં હતા. દરમિયાન અનેક બેનામી વ્યવહારો પણ મળી આવ્યા છે અને રોકડ રકમ પણ મળવાની પૂરી શક્યતા સેવાઈ રહી છે. રાજકોટ ઇન્વેસ્ટિગેશનની વિંગ મળી કુલ 150 જેટલા અધિકારીની ટીમ દ્વારા ઓરબીટ ગ્રુપના અલગ-અલગ પ્રોજેક્ટ તેમજ લાડાણી એસોસિએટના અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરનાર ફાઇનાન્સરો તેમજ ભાગીદારોને ત્યાં આવકવેરાની ટીમ ગઈકાલે વહેલી સવારે ત્રાટકી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.