અરવલ્લીમાં ઔધોગીક રોજગાર ભરતી મેળાનું આયોજન- ફક્ત મહિલા ઉમેદવારો આ રોજગાર મેળામાં ભાગ લઇ શકશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/alpmrrnr6zg9klqf/" left="-10"]

અરવલ્લીમાં ઔધોગીક રોજગાર ભરતી મેળાનું આયોજન- ફક્ત મહિલા ઉમેદવારો આ રોજગાર મેળામાં ભાગ લઇ શકશે


અરવલ્લી જિલ્લાના રોજગારવાંચ્છુ ફક્ત મહિલા ઉમેદવારોને રોજગારી મળી રહે તે માટે ખાનગીક્ષેત્રના નોકરીદાતા દ્વારા ઔધોગીક રોજગાર ભરતી મેળાના માધ્યમથી ભરતી કરવા માટે ઔધોગીક રોજગાર ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,મોડાસા તથા જિલ્લા મહિલા અને બાળ વિકાસની કચેરી,મોડાસાના સંયુક્ત ઉપક્રમે તારીખ:૦૩/૦૮/૨૦૨૨ ના રોજ મહાલક્ષ્મી ટાઉનહોલ,ચાર રસ્તા,મોડાસા ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમા ધોરણ ૧૦/૧૨પાસ,આઇ.ટી.આઇ,ગ્રેજ્યુએટ સુધીની લાયકાત ધરાવતા ફક્ત મહિલા ઉમેદવારો આ રોજગાર ભરતીમેળામાં ભાગ લઇ શકશે. વય મર્યાદા ૧૮ થી ૪૦ ની રહેશે. આ રોજગાર ભરતી મેળામાં ખાનગીક્ષેત્રના નોકરીદાતાશ્રીઓ રૂબરૂ હાજર રહી ઇન્ટરવ્યુ લેશે. આ ઇ-રોજગાર ભરતીમેળામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન લીન્કઃ https://anubandham.gujarat.gov.in/ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરીને અરવલ્લી જિલ્લાના સર્વે રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]