ધનસુરા તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં શ્રી.જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. - At This Time

ધનસુરા તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં શ્રી.જે.એસ.મહેતા હાઇસ્કૂલ ખાતે મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.


અરવલ્લીનો વટ વચન અને વોટ,
દસ મિનિટ દેશ માટે
લોકસભા ચૂંટણીમાં મતદાન માટે.

આપણા અરવલ્લી જિલ્લામાં મહિલા મતદાન ૧૦૦% થાય તેવી આશા રાખું છું અને અપીલ કરું છું : જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રશસ્તિ પારીક.
અરવલ્લી-લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં તા.૭મી મે ના રોજ મતદાન થનાર છે ત્યારે જિલ્લાના મતદારો વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ઉમેળકાભેર સહભાગી થાય અને મુક્ત મને મતદાન કરી શકે તેવા સક્રિય પ્રયાસો અરવલ્લી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ ઓફિસર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ થઇ રહ્યા છે.અરવલ્લી જિલ્લાના તાલુકાઓમાં વિવિધ મતદાન જાગૃતિ અભિયાન થકી અનેક પ્રકારના સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે.જેમાં ઉત્સાહથી નાગરિકો સહભાગી થઈ રહ્યા છે.

અરવલ્લીમાં મતદાન જાગૃતિ અંતગર્ત ધનસુરા તાલુકામાં શ્રી. જે. એસ. હાઈસ્કૂલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકની ઉપસ્થિતિમાં મહિલા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.જેમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મહિલાઓને સંબોધન કરતા મતદાન અને મતનું મહત્વ કેટલું છે તે જણાવ્યું,સાથે તેમણે મતદાન આપણો અધિકાર છે અને અચૂક મતદાન કરીએ તેવી અપીલ કરી,આપણા જિલ્લામાં ૧૦૦% મહિલા મતદાન થાય તેવી અપીલ કરી છે અને ૭ તારીખે આપણે સૌએ બહાર નીકળીને મતદાન કરીએ અને લોકશાહીના પર્વમાં ભાગ લઈએ.અને મતદાન કરવું અને કરાવવું તે માટે અપીલ કરી છે.

આ અભિયાનમાં મતદાન જાગૃતિ વિષય ઉપર ભવાઈ,ફેશન શો,અને ગરબા અને અન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી,જિલ્લા પુરવઠા અધિકારીશ્રી,પ્રાંત અધિકારીશ્રી,નાયબ ચૂંટણી અધિકારીશ્રી,સ્વીપ નોડલ અધિકારીશ્રી અન્ય અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.