કોંગ્રેસના કાર્યકરોને અટકાયતી પગલાં માટે ક્રાઇમ બ્રાંચમાંથી ફોન થયા, પોલીસ કમિશનરે કહ્યું, ‘હું અજાણ છું’ - At This Time

કોંગ્રેસના કાર્યકરોને અટકાયતી પગલાં માટે ક્રાઇમ બ્રાંચમાંથી ફોન થયા, પોલીસ કમિશનરે કહ્યું, ‘હું અજાણ છું’


રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોલીસે ચોક્કસ પાર્ટીનો હાથો બનીને કામગીરી કર્યાના તત્કાલીન સમયે ખૂબ આક્ષેપ થયા હતા, વિધાનસભા ચૂંટણીના મતદાનને આડે હવે પંદર દિવસ જ બાકી છે ત્યારે પોલીસે કોંગ્રેસના સિનિયર આગેવાન સહિતના કાર્યકરોને ફોન કરીને અટકાયતી પગલાં લેવાના છે તેવી વાત કરતા કોંગ્રેસ આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

સોમવારે ક્રાઇમ બ્રાંચમાંથી કોંગ્રેસના આગેવાન મહેશ રાજપૂત, મિતુલ દોંગા સહિત કેટલાક આગેવાન અને કાર્યકરોને ફોન થયા હતા અને અગાઉના ગુનાના સંદર્ભે અટકાયતી પગલાં ભરવાના છે, આવા ફોન કરીને ક્રાઇમ બ્રાંચે કોંગ્રેસના કાર્યકરોને બોલાવવામાં આવી રહ્યા છે અને ધમકાવવામાં આવી રહ્યા છે. રાજ્યગુરુએ એવી પણ ચીમકી આપી હતી કે, કેટલાક પોલીસ કર્મચારીઓ ચોક્કસ જગ્યાએથી થતાં હુકમનું પાલન કરીને પોલીસની છાપ બગાડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.