અમદાવાદી કચોરી બોય હવે બનશે એન્જિનિયર, તન્મયનું સપનું થશે સાકાર - At This Time

અમદાવાદી કચોરી બોય હવે બનશે એન્જિનિયર, તન્મયનું સપનું થશે સાકાર


અમદાવાદ, 12 ઓગસ્ટ, 2022 શુક્રવાર દિલ્હીના 'બાબા કા ઢાબા'ના કાકા તો તમને યાદ હશે. કોરોના કાળમાં નિરાધાર બનેલા આ દંપતીને લોકોને અઢળક મદદ કરી હતી. તેવી જ એક અમદાવાદની સ્ટોરી પણ હતી જો તમને યાદ હોય તો... અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન બહાર 14 વર્ષના તન્મયની..જે સમોસા,કચોરી વેચીને પોતાના પરિવારની આર્થિક રીતે મદદ કરતો હતો.  અમદાવાદનો તન્મય પરિવારને મદદ કરવા ફક્ત 10 રૂપિયામાં કચોરી વેચે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાતોરાત તે સ્ટાર બની ગયો હતો. જે બાદ અનેક લોકો અને સ્ટાર્સ પણ તન્મયની મદદે આવ્યા હતા. સંઘર્ષથી ભરેલુ જીવન અમદાવાદના નાના વિસ્તારના 14 વર્ષના તન્મય અગ્રવાલનું જીવન સંઘર્ષથી ઓછું બિલકુલ નહોતું. ભાડાના મકાનમાં તન્મયનો પરિવાર રહે છે, પરિવારની આવક બે ટંક ભોજન મળી રહે તેટલી પૂરતી હતી, તેથી જ તન્મય મણિનગરમા સમોસા કચોરી વેચીને પિતાને આર્થિક રીતે મદદ કરતો હતો.   પિતાના સંઘર્ષના દર્દ અને એન્જિનિયરિંગમાં કારકિર્દી ઘડવાના જોશ એમ બે મન વચ્ચે તન્મયે શાળા પછી પિતાને તેમના વેપારમાં મદદ કરવાનું નક્કી કર્યું.તન્મયનું એન્જિનિયર બનવાનું સપનું નબળી આર્થિક સ્થિતિને લઈને શાળા અધવચ્ચે છોડવાનો એક સમયે વારો આવ્યો હતો ત્યારે તન્મય આજે નિયમિત રીતે એપ પર ગણિત અને વિજ્ઞાન શીખે છે અને એન્જિનિયરિંગના વિડિયો પણ જુએ છે. પરિવારની કઠિણાઈઓ અને તન્મયની અભ્યાસ પ્રત્યે સમર્પિતતાથી પ્રભાવિત 'બાયજુઝ એજ્યુકેશન ફોર ઓલ' પહેલ દ્વારા બાયજુઝ લર્નિંગ એપ પર કન્ટેન્ટને મફત પહોંચ આપીને તેને એન્જિનિયર બનવાનાં સપનાં સાકાર કરવા માટે મદદરૂપ થઈ રહી છે.આ બાબતે તન્મય કહે છે, “મને અભ્યાસ કરવાનું ગમે છે. ગણિત અને વિજ્ઞાન મારા મનગમતા વિષય છે અને હું મોટો થઇને એન્જિનિયર બનવા માંગુ છું, મારા પિતા મારી સૌથી મોટી પ્રેરણા છે અને હું મારા પિતાને એક સારુ જીવન આપવા માંગુ છુ, જેથી તેમને ફરી કચોરી વેચવી ના પડે."વધુમાં તન્મયે કહ્યું કે, "હું મારાં સપનાંને પાંખો આપવા માટે બાયજુઝનો આભારી છું. હું 10માની બોર્ડની પરીક્ષામાં ટોચના ગુણ પ્રાપ્ત કરીશ અને આખરે કચોરીવાલા એન્જિનિયર બની ગયો એવી ઓળખ સ્થાપિત કરવા કટિબદ્ધ છું. ' બાયજુઝ એજ્યુકેશન ફોર ઓલદુનિયાની અગ્રણી એડટેક કંપની બાયજુઝે તેની સામાજિક પ્રભાવ પહેલ એજ્યુકેશન ફોર ઓલ 2020ના અંતમાં રજૂ કરી હતી. આ પહેલનું લક્ષ્ય જરૂરતમંદ બાળકોને ગુણવત્તાયુક્ત અભ્યાસ પહોંચક્ષમ બનાવીને શૈક્ષણિક અને ડિજિટલ વચ્ચેનું અંતર દૂર કરવાનું છે. 2025 સુધી 1 કરોડ ગરીબ બાળકોને સશક્ત બનાવવાના ધ્યેયસાથે આ પહેલે 26થી વધુ રાજ્યો અને 340થી વધુ જિલ્લાઓમાં 140થી વધુ એનજીઓ થકી દેશના અંતરિયાળ ભાગોમાં 30.4 લાખ બાળકો પર પ્રભાવ પાડ્યો છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.