જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ યથાવત: અત્યાર સુધી 18થી વધુ મોત, જુઓ યાદી - At This Time

જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ યથાવત: અત્યાર સુધી 18થી વધુ મોત, જુઓ યાદી


- જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ પ્રવાસી મજૂરની ગોળી મારી હત્યા કરીજમ્મુ-કાશ્મીર, તા. 12 ઓગસ્ટ 2022, શુક્રવારજમ્મુ-કાશ્મીરમાં આજે એટલે કે શુક્રવારના રોજ સવારે આતંકવાદીઓએ એક ટાર્ગેટ કિલિંગની ઘટનાને અંજામ આપ્યો છે. બાંદીપોરા જિલ્લામાં આતંકવાદીઓ દ્વારા મોહમ્મદ અમરેજ નામના એક પ્રવાસી મજૂરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું. તે અમરેજ બિહાર ખાતેના મધેપુરાનો રહેવાસી હતો અને છેલ્લા 3 મહિનાથી કાશ્મીરમાં રહેતો હતો. કાશ્મીર પોલીસ ઝોને ટ્વિટ કરીને હત્યાની માહિતી આપી હતી. તાજેતરમાં સુરક્ષાકર્મીઓએ પોતાની આક્રમક કાર્યવાહીથી આતંકવાદીઓને હરાવ્યા હતા પરંતુ તેઓ ફરીથી માથુ ઉંચકી રહ્યા છે. તેઓ નિર્દોષ લોકોની હત્યા કરીને ખીણમાં ભયનું વાતાવરણ ઉભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ વર્ષે જાન્યુઆરી મહીનાથી અત્યાર સુધી કાશ્મીર ખીણમાં ઓછામાં ઓછા 18થી વધુ ટાર્ગેટ કિલિંગ થયા છે. તેમાં પોલીસ અધિકારીઓ, શિક્ષકો અને સરપંચોનો સમાવેશ થાય છે. જમ્મુ-કાશ્મીર પોલીસના DGP દિલબાગ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે, લઘુમતીઓ, નાગરિકો અને સરકારમાં લોકોને નિશાન બનાવનારાઓ માત્ર ડરનો પ્રચાર કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, આ હત્યાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે સ્થાનિક રહેવાસીઓએ તેમના આદેશોનું પાલન કરવાનું બંધ કરી દીધું છે. આતંકવાદીઓ ખીણના જુદા જુદા ભાગો અને સમાજના વિવિધ વર્ગોના સભ્યો ઉપર હુમલો કરીને તેમની હાજરી દર્શાવવા માંગે છે.   - આર્ટિકલ 370 નાબૂદ કરવાની ત્રીજી વર્ષગાંઠ પહેલા 4 ઓગસ્ટના રોજ પુલવામાના ગદૂરા વિસ્તારમાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં એક પ્રવાસી મજૂરે જીવ ગુમાવ્યો હતો અને બે મજૂર ઘાયલ થયા હતા. - આ વર્ષના જુલાઈ મહિનામાં જમ્મુ-કાશ્મીરના સૌથી વ્યસ્ત વિસ્તાર એવા લાલ બજારના પોલીસ નાકા પાર્ટી ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં ASI મુશ્તાક અહેમદ શહીદ થયા હતા અને અન્ય બે લોકો ઘાયલ પણ થયા હતા.   - ફેબ્રુઆરી 2021 બાદ ટાર્ગેટ કિલિંગમાં વધારો થયો છે. શ્રીનગરમાં કૃષ્ણા ધાબાના માલિકના પુત્રને તેની રેસ્ટોરન્ટની અંદર  ગોળી મારવામાં આવી હતી. ગોળી વાગ્યાના બે દિવસ બાદ હોસ્પિટલમાં તેનુ મૃત્યુ થયું હતું. - 5 ઓક્ટોબર 2021ના રોજ મુખ્ય કેમિસ્ટ એમએલ બિંદુની તેમની દુકાનમાં હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યા બાદ રાજકીય પક્ષો અને સામાન્ય લોકોમાં આક્રોશ વધી ગયો હતો.- આ ઘટનાના બે દિવસ બાદ હુમલાખોરોએ ગવર્મેન્ટ બોયજ હાયર સેકન્ડરી સ્કૂલ, સંગમના પ્રિન્સિપાલ સુપરિંદર કૌર અને શાળાના શિક્ષક દીપક ચંદને ગોળી મારવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, ગત વર્ષે ખીણમાં 182 આતંકવાદીઓ અને ઓછામાં ઓછા 35 નાગરિકો માર્યા ગયા હતા.- ટાર્ગેટ કિલિંગની શરૂઆત વર્ષ 2022માં 3 સરપંચો સહિત પંચાયતી રાજ સંસ્થાઓના સભ્યોની ગોળી મારીને હત્યા કરવાની સાથે થઈ હતી. આ સાથે 4 એપ્રિલના રોજ શંકાસ્પદ આતંકવાદીઓએ કાશ્મીરી પંડિત સમુદાયમાંથી આવતા બાલ કૃષ્ણની તેમના ઘર નજીક ચૌતીગામ (શોપિયા) ખાતે હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ઓછામાં ઓછા 3 કેસમાં જમ્મુ-કાશ્મીરની બહારના મજૂરોને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યા હતા. -જમ્મુ-કાશ્મીરના મહેસૂલી વિભાગના એક કાશ્મીરી પંડિત કર્મચારી પીએમ રિહેબિલિટેશન પેકેજની હેઠળ કામ કરતા હતા. તેમને બડગામમાં પોતાના કાર્યાલયમાં ગોળી મારવામાં આવી હતી. કાશ્મીરી પંડિતોએ આ ઘટનાનો વ્યાપક વિરોધ કર્યો હતો.- 25 મેના રોજ એક કાશ્મીરી ટીવી કલાકારને તેના ઘરની અંદર અનેક વાર ગોળી મારવામાં આવી હતી.-સાંબાની એક શિક્ષિકા રજની બાલાની પણ હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ કૂલગામની શાળામાં કામ કરવા માટે તેમના ઉપર હુમલો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon