ખાલી કેનાલમાં તિરંગા સાથે ખેડૂતો નો અનોખો વિરોધ સાથે પાણી આપવા રજૂઆત - At This Time

ખાલી કેનાલમાં તિરંગા સાથે ખેડૂતો નો અનોખો વિરોધ સાથે પાણી આપવા રજૂઆત


*મેથાણ નાં ખેડૂતો દ્વારા તિરંગા સાથે ખાલી કેનાલમાં વિરોધ પ્રદર્શન*

*રાષ્ટ્રભક્તિ સાથે ખેડૂતો એ સરકાર ને આપ્યો અનોખી રીતે મેસેજ*

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાથી નર્મદા નાં નીર માટે ની માઈનોર કેનાલ બંધ કરી દેવામાં આવી છે ત્યારે ખેડૂતો એ અનેક રજૂઆતો અને રામધુન ઉપવાસ આંદોલન અને આત્મવિલોપન સુધી નાં કાર્યક્રમ આપવા છતાં આજદિન સુધી માઈનોર કેનાલ માં નર્મદા નાં નીર છોડવામાં આવેલ નહીં ત્યારે સમગ્ર દેશમાં ૭૫ વર્ષ આઝાદી ને પુર્ણ થતાં મહોત્સવ ઉજવાયો હતો ત્યારે ખેડૂત આગેવાન જે.કે.પટેલ સહિત ખેડૂતો એ રાષ્ટ્રભક્તિ સાથે તિરંગા સાથે ખાલી કેનાલમાં તિરંગા ફરકાવી અનોખી રીતે મેસેજ સરકાર ને આપ્યો હતો આગેવાન જે.કે.પટેલે જણાવ્યું હતું કે હાલ સરદાર સરોવર નર્મદા ડેમ નું પાણી દરિયામાં વહેવાવી દેવામાં આવી રહ્યું છે તેમછતાં ખેડૂતો ને પાણી આપવામાં આવતું નથી તે દુઃખદ બાબત છે ત્યારે સતાધીશો ને એક મેસેજ સહિત રજુઆત સાંભળીને અમારી માઈનોર કેનાલ માં પાણી છોડવામાં આવે તે બાબતે આવો અનોખો વિરોધ નોંધાવ્યો હતો જેમાં ખેડૂત મોટીસંખ્યામાં જોડાયા હતાં

*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.