બ્રહ્મોસ બાદ તેજસની બોલબાલા, ભારતમાં બનેલુ આ ફાઈટર જેટ મલેશિયા ખરીદે તેવી સંભાવના - At This Time

બ્રહ્મોસ બાદ તેજસની બોલબાલા, ભારતમાં બનેલુ આ ફાઈટર જેટ મલેશિયા ખરીદે તેવી સંભાવના


નવી દિલ્હી, તા 18 ઓગસ્ટ 2022ભારતમાં બની રહેલા હથિયારો હવે ધીરે ધીરે વિશ્વના હથિયાર માર્કેટમાં પોતાનુ આગવુ સ્થાન ઉભુ કરી રહ્યા છે.વિયેતનામ બાદ ફિલિપાઈન્સે બ્રહ્મોસ મિસાઈલ ખરીદવામાં રસ દાખવ્યો છેતો ભારતના સ્વદેશી ફાઈટર જેટ તેજસને મલેશિયા ખરીદે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.મલેશિયાએ પોતાની વાયુસેનાના પાયલોટસને શિક્ષણ આપવા માટે જે ટ્રેનર વિમાન ખરીદવા માટે ટેન્ડર બહાર પાડ્યા છે તેના તમામ ધારાધોરણો પર તેજસ ખરુ ઉતરી રહ્યુ છે.જેના પગલે તેજસનુ નિર્માણ કરી રહેલી કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ મલેશિયામાં પોતાની ઓફિસ ખોલવા જઈરહી છે. જો ભારતને આ ટેન્ડર મળ્યુ તો અગ્નિ એશિયાના દેશોમાં ભારતનો ડંકો વાગી શકે છે.હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા મલેશિયાની રાજધાની કુઆલાલુમ્પુરમાં નવી ઓફિસ ખોલવા માટે આજે એમઓયુ કરવામાં આવ્યુ હતુ. મલેશિયાને લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટની તો જરુર છે જ પણ સાથે સાથે તેની એરફોર્સમાં સામેલ સુખોઈ અને હોક વિમાનોના અપગ્રેડની પણ જરુર ઉભી થઈ છે. ભારત પાસે આ બંને વિમાનો પહેલેથી જ વાયુસેનામાં સામેલ છે. આમ આ ક્ષેત્રમાં પણ ભારત મદદ કરી શકે છે.હાલમાં ભારતના ડિફેન્સ સેક્રેટરી મલેશિયાના અને મલેશિયાના નૌસેના પ્રમુખ ભારતના પ્રવાસે છે. મલેશિયાએ 18 વિમાનો માટે જાહેર કરેલા ટેન્ડરને બહુ જલ્દી ખોલવામાં આવશે.હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનુ ક હેવુ છે કે, તેજસની સાથે સાથે ભારતમાં બનેલા એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર અન લાઈટ કોમ્બેટ હેલિકોપ્ટર તેમજ ડોર્નિયર વિમાન પણ મલેશિયાની એરફોર્સમા સામેલ થવાની ક્ષમતા ધરાવે છે. સાથે સાથે અમે મલેશિયાના સુખોઈ વિમાનને અપગ્રેડ કરવા માટે પણ મદદ કરવા તૈયાર છે. કારણકે હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધના કારણે મલેશિયાની પોતાના વિમાનો અપગ્રેડ કરવાની યોજના ઘોંચમાં પડી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.