લંગાળા ગામે નવી પેઢીના જીવન ઘડતર અને સંસ્કાર ઘડતરના યજ્ઞ સમાન સાર્વજનિક પુસ્તકાલય અને વાંચન રૂમનો શુભારંભ - At This Time

લંગાળા ગામે નવી પેઢીના જીવન ઘડતર અને સંસ્કાર ઘડતરના યજ્ઞ સમાન સાર્વજનિક પુસ્તકાલય અને વાંચન રૂમનો શુભારંભ


ઉમરાળાના લંગાળા ગામના શિક્ષિત યુવાઓના સાહસ અને પ્રયત્નો થકી સમસ્ત લંગાળા ગામના વડીલ નાગરિક ભાઈઓ બહેનોના શુભાશિષ અને દાતાઓના આર્થિક અનુદાન થકી લંગાળા સાર્વજનિક પુસ્તકાલય આને વાંચન રૂમનો તારીખ- 9.4 2024 ને મંગળવારના રોજ સમય-સવારે 9.10 A.Mકલાકે લંગાળા ગામના ઉપસ્થિત નાગરિકોના હસ્તે દીપ પ્રગટાવી તથા લંગાળા પ્રા.શાળાની દીકરીઓના હસ્તે રીબીન કાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ લાઇબ્રેરીની મુલાકાત લઇ વિવિધ પુસ્તકોનો પરિચય મેળવ્યો હતો શિક્ષણ રૂપી આ સદ્કાર્યને સૌ બિરદાવ્યું હતુ આજકાલ આપણા સૌના કાને આ શબ્દો અથડાય છે આજે ક્યાં કોઈ વાંચે છે બધા મોબાઇલમાં જ માથું નાખીને બેઠા છે ને!!આ અને આવા અનેક ઉદગારો આપણે વારંવાર સાંભળ્યા કરીએ છીએ અને ક્યારેક તો આપણે જ ઉચારીએ પણ છીએ વર્તમાન સમયમાં બાળકો,યુવાનો,સૌ કોઈ પર સ્માર્ટફોને સંપૂર્ણ કબજો જમાવી લીધો છે ત્યારે ખૂબ જ પરિશ્રમ કરી શિક્ષણ ક્ષેત્રે નવી પેઢીના જીવન ઘડતર તથા સંસ્કાર ઘડતરના આ યજ્ઞ સમાન સાર્વજનિક લાયબ્રેરી લંગાળાનો શુભારંભ પ્રતિકભાઇ ચાડ,અને તેમની યુવા મિત્રોની ટીમના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો છે ત્યારે તેમને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છુ સાથે સાથે આ સાર્વજનિક પુસ્તકાલય-લંગાળા વિશાળ વટ વૃક્ષ બને નવી પેઢીના ઘડતરમાં યોગદાન પૂરું પાડે અને બાળકો તેમજ યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને માટે દીવાદાંડી સમાન બની રહે તેવી આશા છે આ લાઇબ્રેરીનો ઉપયોગ કરી લંગાળા ગામના યુવાનો વધુમાં વધુ સરકારી નોકરી મેળવે વિવિધ ધંધા ઉદ્યોગ અને ખેતીના ક્ષેત્રે પ્રગતિ કરી લંગાળા ગામનું સૌ કોઈ ગૌરવ વધારે તેવી શુભકામના પાઠવું છુ વર્તમાન સમયમાં મોટા મોટા શહેરોમાં વાલીઓ પોતાના સંતાનોને મહિના ની ₹1,500 થી 2000,3,000 સુધીની ફી ભરીને લાયબ્રેરીમાં રીડિંગ માટે મોકલે છે ત્યારે આપણા ગામના આંગણે આ સાર્વજનિક લાયબ્રેરીનો જે શુભારંભ થયો છે ત્યારે વધારેમાં વધારે તેનો ઉપયોગ થાય પોતાના અનુકૂળ સમયે વાલીઓ પણ પોતાના સંતાનને લઇ અને વાંચવા માટે ઉપયોગ કરે કદાચ લાઇબ્રેરી માં કોઈ આવી શકે તેમ ન હોય તો લાઈબ્રેરી માંથી પુસ્તક રજીસ્ટ્રેશન કરી પોતાના ઘરે પણ પુસ્તકો વાંચવા લઈ જઈ શકે છે પુસ્તકો વધારેમાં વધારે વંચાય ત્યારે તેની સાર્થકતા સાચી સાબિત થશે અને વાચનની આ એક નાની શરૂઆત,નાની ટેવ બાળકમાં,યુવાનોમાં એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે ચાલો આપણે આ સાર્વજનિક લાઇબ્રેરી લંગાળાના કેટલાક નિયમો પણ જાણી લઈએ(1)પુસ્તકાલયનો સમય સવારે 8:00 થી રાત્રે 10 સુધીનો રહેશે(2)પુસ્તક લાઇબ્રેરી માંથી પોતાના ઘરે નાગરિક લઈ જઈ શકશે પરંતુ પુસ્તક આઠ દિવસમાં લાઇબ્રેરીમાં રીન્યુ કરાવવું પડશે(3)પુસ્તકાલયમાં વાંચવા આવનાર નાગરિકો યુવાનોને બાળકોએ સંપૂર્ણ શાંતિ જાળવવાની રહેશે(4)પુસ્તકાલયમાં મોબાઈલનો ઉપયોગ કરી શકાશે નહીં(5)બુટ ચંપલ બહાર ઉતારીને જ લાઇબ્રેરીમાં પ્રવેશ કરવાનો રહેશે(6)પુસ્તકાલય માંથી પુસ્તક લઈ જનાર નાગરીકે ફરજિયાત પુસ્તકનું રજીસ્ટ્રેશન કરી પછી જ પુસ્તક પોતાના ઘરે લઈ જવાનું રહેશે આ સાર્વજનિક પુસ્તકાલય આને વાંચન રૂમનો શુભારંભ પ્રસંગે નિરીક્ષણ કરતાં હજુ આ લાઇબ્રેરીમાં ઘણા પુસ્તકો સામયિકો સમાચાર પત્રો તેમજ અન્ય પાયિની સુવિધાઓની જરૂર છે ત્યારે સૌ નાગરિક ભાઈઓ બહેનો ઉદાર હાથે આર્થિક કે વિવિધ પુસ્તકો ભેટ આપી,વિવિધ સામયિકો બંધાવવા,સમાચાર પત્રો બંધાવવા વાર્ષિક લવાજમ ભરી આપી સદ્કાર્ય રૂપી કાયૅ માં સહયોગ આપશો એવી આપ સૌને મારી વિનંતી છે લંગાળા સાર્વજનિક પુસ્તકાલય આને વાંચનરૂમ માં આર્થિક સ્વરૂપે, પુસ્તક સ્વરૂપે કે વિવિધ વસ્તુઓ સ્વરૂપે અનુદાન આપનાર સૌ દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન સહ ખૂબ ખૂબ આભાર


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.