બાવળા તાલુકાના સાંકોડ ગામે સરકારી માધ્યમિક શાળાનુ ખાતમુહૂર્ત કરાયું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ad7mbhz413fhmrqo/" left="-10"]

બાવળા તાલુકાના સાંકોડ ગામે સરકારી માધ્યમિક શાળાનુ ખાતમુહૂર્ત કરાયું


આજ રોજ બાવળા તાલુકા ના સાંકોડ ગામે નવનિર્માણ પામનારી સરકારી માધ્યમિક શાળા (RMSA) નું ઈ-ખાતમુહૂર્ત ત્રીમંદિર ખાતે માન.વડાપ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીસાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે સાંકોડ મુકામે નવનિર્માણ પામનાર સ્થળ ઉપર તાલુકા પંચાયત ના પ્રમુખ પિન્ટુબેન વિષ્ણુભાઈ કોળી પટેલ,સાંકોડ ગ્રામ પંચાયત ના સરપંચ સીતાબેન ચંદુભાઈ કોળી પટેલ,વિષ્ણુભાઈ કોળી પટેલ,ચંદુભાઈ કોળી પટેલ,પૂર્વ પ્રમુખ બાબુભાઈ કોળી પટેલ નાનોદરા દ્વારા સ્થળ ઉપર ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો,વિદ્યાર્થીઓ,શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો.

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]