અમદાવાદ: ACBએ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અધિકારીને 1,35,500ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા - At This Time

અમદાવાદ: ACBએ અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અધિકારીને 1,35,500ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા


અમદાવાદ, તા. 27 જુલાઈ 2022 બુધવારઅમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અધિકારી ભુપેન્દ્રકુમાર બાબુભાઈ ચૌધરી તેમજ અન્ય વ્યક્તિ અબ્દુલ રઝાક ઉર્ફે રાજુભાઇ દિલાવરભાઇ ચૌહાણ વિરુદ્ધ 1,35,500 રૂપિયાની લાંચ લેવાનો ગુનો નોંધાયો છે.  પોલીસના જણાવ્યા અનુસાર સરખેજ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે. જે અનુસાર ફરીયાદી વિરુદ્ધ પી.બી.એમ. (Prevention of Black Marketing) મુજબના અટકાયતી પગલા નહીં લેવાના અવેજ પેટે તેમજ માસિક હપ્તા પેટેના અન્ન અને નાગરીક પુરવઠાની ઝોનલ કચેરી, સરખેજના ઝોનલ અધિકારી આરોપી ભુપેન્દ્ર ચૌધરીના નામે 1,65,000 રૂપિયાની લાંચની માંગણી ખાનગી વ્યકિત આરોપી અબ્દુલ રઝાક ઉર્ફે રાજુભાઇ દિલાવરભાઇ ચૌહાણ એ કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા નહોતા. તેથી તેમણે એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જે અંતર્ગત એસીબીએ છટકુ ગોઠવીને ભુપેન્દ્ર ચૌધરી તથા અબ્દુલ રઝાક ઉર્ફે રાજુ ચૌહાણની પાલડી ખાતેથી ફરીયાદી સાથે લાંચની માંગણી કરતા અને લાંચની રકમ રૂપિયા 1,35,500 સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓની એસીબીએ અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.