ભાજપે અમારા ૪૦ ધારાસભ્યોને પક્ષ પલટા માટે રૃ. ૨૦ કરોડની ઓફર કરી ઃ આપ - At This Time

ભાજપે અમારા ૪૦ ધારાસભ્યોને પક્ષ પલટા માટે રૃ. ૨૦ કરોડની ઓફર કરી ઃ આપ


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૫આપએ આજે આક્ષેપ કર્યો હતો કે ભાજપે પક્ષ છોડવા માટે તેના
કુલ ૪૦ ધારાસભ્યોને ૨૦-૨૦ કરોડ રૃપિયાની ઓફર 
કરી છે. આપએ દાવો કર્યો છેક ે આ ઓફર કરવામાં આવ્યા પછી પણ તેના તમાં ૬૨
ધારાસભ્યો અંકબંધ છે. કેજરીવાલના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી ધારાસભ્યોની
બેઠકમાં ૫૩ ધારાસભ્યો હાજર રહ્યાં હતાં. સાત ધારાસભ્યો બહાર ગામ હોવાને કારણે
બેઠકમાં આવી શક્યા ન હતાં. જ્યારે ધારાસભ્ય અને પ્રધાન સત્યેન્દ્ર જૈન જેલમાં હોવાના
કારણ ે બેઠકમાં આવી શક્યા ન હતાં તેમ આપના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું
હતું. ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન ફોન દ્વારા બેઠકમાં જોડાયા હતાં. કેજરીવાલના નેતૃત્ત્વમાં આપના તમામ ધારાસભ્યો બેઠક પૂર્ણ
થયા પછી ભાજપનું ઓપરેશન લોટ્સ નિષ્ફળ રહેવા બદલ પ્રાર્થના કરવા મહાત્મા ગાંધીના
સ્મારક રાજઘાટ ગયા હતાં.ભારદ્વાજે વધુમાં જણાવ્યું હતું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ
ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ તપાસ કરવી જોઇએ કે
આપના ૪૦ ધારાસભ્યોને ૨૦-૨૦ કરોડ રૃપિયા આપવા માટે ભાજપ પાસે ૮૦૦ કરોડ રૃપિયા
ક્યાંથી આવ્યા.ભારદ્વાજે વધુમાં જણાવ્યું છે કે ભાજપે આપના ૧૨ ધારાસભ્યોનો
સંપર્ક સાધ્યો હતો. જો કે તેમણે સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે તેઓ આપ સાથે જ
રહેશે.ભાજપ ૨૦ કરોડ રૃપિયાની ઓફર દ્વારા અમારા ૪૦ ધારાસભ્યોને નિશાન બનાવી રહી છે.
બીજી તરફ ભાજપના નેતાઓએ આપના આક્ષેપોને ફગાવી દીધા છે.
તેમણે જણાવ્યું હતું કે કેજરીવાલના પક્ષનો આ પબ્લિક સ્ટન્ટ છે. ભાજપ સાંસદ મનોજ
તિવારીએ જણાવ્યું છે કે આપ લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માગે છે. તેમણે દિલ્હીની
એક્સાઇઝ નીતિ અંગે કેજરીવાલના મૌન અંગે પ્રશ્રો ઉઠાવ્યા હતાં. ભાજપે આપને પડકાર
ફેંક્યો છે કે તે તેના ધારાસભ્યોને ૨૦ કરોડ રૃપિયાની ઓફર કરનારા ભાજપ નેતાઓના નામ
જાહેર કરે.    

 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.