ચૂંટણી પંચની મુખ્યપ્રધાન સોરેનને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવવાની ભલામણ
(પીટીઆઇ) રાંચી,
તા. ૨૫ભારતના ચૂંટણી પંચે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેનને
ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરી છે તેમ રાજભવનના સૂત્રોએ જણાવ્યું
છે.ચૂંટણીલક્ષી નિયમોનો ભંગ કરવા બદલ ચૂંટણી પંચે હેમંત સોરેનને ધારાસભ્ય તરીકે
ગેરલાયક ઠેરવવાની ભલામણ ઝારખંડના ગવર્નર રમેશ બૈસને કરી હોવાનું માનવામાં આવી
રહ્યું છે. જો કે રાજ ભવને સત્તાવાર રીતે આ વાતને સમર્થન આપ્યું નથી.અઆ દરમિયાન ઝારખંડના રાજ્યપાલ આજે બપોરે રાંચી પહોંચી ગયા
હતાં. જ્યારે એરપોર્ટ પત્રકારોએ આ સંદર્ભમાં તેમને પૂછ્યુ તો તેમણે જણાવ્યું હતું
કે હું હાલમાં આ અંગે કંઇ પણ કહી શકું તેવી સ્થિતિમાં નથી. રાજભવન પહોંચ્યા પછી
સ્થિતિની સમીક્ષા કર્યા પછી હું આ અંગે કંઇ પણ નિવેદન આપી શકીશ.તેમણે જણાવ્યું હતું કે હું છેલ્લા બે દિવસથી એઇમ્સ, દિલ્હીમાં હતો.
રાજભવન પહોંચ્યા પછી જ હું આ અંગે કંઇ પણ જણાવી શકીશ.પોતાના જ માટે માઇનિંગ લીઝ વધારીને ચૂંટણીના નિયમોના ભંગ
કરવા બદલ તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની માગ કરવામાં આવી હતી. આ માગના
સંદર્ભમાં ચૂંટણી પંચે પોતાની ભલામણ રાજ્યપાલને મોકલી દીધી છે. આ ભલામણને ધ્યાનમાં
રાખી રાજ્યપાલ અંતિમ નિર્ણય લેશે.ઉલ્લેખનીય છે કે ભાજપે રિપ્રેઝેન્ટેશન ઓફ પિપલ એેક્ટ, ૧૯૫૧ની કલ ૯એના
ભંગ બદલ સોરેનને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવવાની ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. સોરેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપ સાંસદ સહિતના ભાજપ
નેતાઓ અને તેમના કઠપૂતળી પત્રકારોએ ચૂંટણી
પંચનો રિપોર્ટ તૈયાર કર્યો હોય તેવું લાગે છે. ભાજપ દ્વારા બંધારણીય સંસ્થાઓ અને એજન્સીઓનો
મોટે પાયે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જે ભારતીય લોકશાહી માટે એક શરમજનક બાબત છે.
ઉલ્લેખનીય છે કે ૮૧ સભ્યોવૈાળી ઝારખંડ વિધાનસભામાં યુપીએના
કુલ ૪૯ ધારાસભ્યો છે. જેમાં જેઅએમએમના ૩૦,
કોંગ્રેસના ૧૮ અને રાજદનો એક ધારાસભ્ય છે. ભાજપ પાસે ૨૬ ધારાસભ્યો છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને સંસદીય બાબતોના પ્રધાન આલમગીર
આલમે રાજ્યમાં યુપીએ સરકારના પતનની શક્યતાને ફગાવી દીધી છે. ેતેમણે જણાવ્યું હતું
કે ઓફિસ ઓફ પ્રોફિટ કેસમાં જો સોરેન ગેરલાયક ઠેરવવામાં આવશે તો પણ સરકારનું પતન
થશે નહીં.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.