બરવાળા મુકામે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો - At This Time

બરવાળા મુકામે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો


પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં

બરવાળા મુકામે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

બરવાળા તાલુકાના ૧૫૧૫૬ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું
તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા યોજાયેલ આયુષ્યમાન કાર્ડ વિતરણમાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા મુકામે તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દક્ષાબેન બાવળીયા (પ્રમુખ નગરપાલિકા બરવાળા),કમલેશભાઈ રાઠોડ,પરેશભાઈ પરમાર(ચેરમેન કારોબારી સમિતિ બરવાળા ન.પા.),ભાવસંગભાઈ તલસાણીયા(પ્રમુખ બરવાળા શહેર ભાજપ), નટુભાઈ વાઘેલા, હિંમતભાઈ મેર,ગંભીરસિંહ ગોહિલ (તાલુકા વિકાસ અધિકારી-બોટાદ),ડૉ.રાજેન્દ્ર રંગુનવાલા (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી-બોટાદ), ડૉ.જયદીપ કણઝરીયા (તાલુકા હેલ્થ ઓફિસર બરવાળા), ડૉ.આર.આર.ચૌહાણ (ઈ.એમ.ઓ.) સહીતના આગેવાનો, હોદેદારો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ,ગ્રામજનો તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

બરવાળા તાલુકા હેલ્થ કચેરી આયોજીત આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ બરવાળા કમલમ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત આગેવાનોના વરદહસ્તે દીપ પ્રાગટ્યથી ખુલ્લો મુકવામાં આવ્યો હતો કાર્યકમ અન્વયે ઉપસ્થિત આગેવાનો દ્વારા પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા જેમાં આયુષ્માનકાર્ડથી પરિવારના સભ્યોને ૫.૦૦ લાખ સુધીની સારવાર વિના મુલ્યે આપવામાં આવે છે જેના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આયુષ્માનકાર્ડ થકી દર્દીઓને થતા ફાયદાઓ વિશે પણ જણાવ્યું હતું સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ આયુષ્યમાન કાર્ડ થકી દર્દીઓને ગંભીર પ્રકારની બીમારીઓ કવચ રૂપે આધાર બની સહાય રૂપ બને છે ગરીબ-મધ્યમ વર્ગના દર્દીઓ માટે આયુષ્યમાન આશીર્વાદ રૂપ બને છે ઉપસ્થિત આગેવાનો દ્વારા ઉપસ્થિત લાભાર્થીઓ તેમજ ગ્રામજનોને પ્રવચન જણાવ્યું હતું.ઉપસ્થિત આગેવાનોના વરદહસ્તે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભુપેન્દ્રભાઈ પટેલ(મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય) દ્વારા વર્ચ્યુઅલ પ્રવચન આપવામાં આવ્યું હતું ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયુષ્યમાન કાર્ડનો લાભ મેળવેલ દર્દીઓ તેમજ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરવામાં આવ્યો હતો દર્દીઓની ખબર અંતર પૂછવામાં આવી તેમજ આયુષ્યમાન કાર્ડ અન્ય લોકોને કઢાવી લેવા અપીલ કરવામાં આવી.બરવાળા ખાતે યોજાયેલ આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ અન્વયે બરવાળા તાલુકાના ૧૫૧૫૬ વ્યક્તિઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.